Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાગરા તાલુકાનાં અરગામા ગામ ખાતે અગમ્ય કારણોસર એક પરિણીત મહિલાએ કરેલ આત્મહત્યા જાણો વધુ.

Share

ભરૂચ જીલ્લામાં આત્મહત્યાનાં બનાવો વધુ બની રહ્યા છે ત્યારે અરગામા ગામની એક મુસ્લિમ પરણીતાએ રહસ્યમય સંજોગોમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. વાગરા પોલીસનાં જણાવ્યા અનુસાર આ બનાવ અંગે નઇમ અનવર વ્હોરા પટેલ રહે.અરગામા પોલીસને જાણ કરી હતી. જેમાં અફસાના બાનુ ઉ.વર્ષ 22 નઇમના પત્નીએ તા.17-7-2020 નાં 8 વાગ્યાથી રાત્રિનાં 10 વાગ્યા સુધી અગમ્ય કારણોસર પોતાના ઘરે ઓઢણી વડે પંખા સાથે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. અફસાના બાનુએ કયાં સંજોગોમાં આત્મહત્યા કરી તે એક તપાસનો વિષય છે. આ અંગેની તપાસ ભરૂચનાં ડી.વાય.એસ.પી. કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

લીંબડીમાં બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે પાણી ભરાતા દલિત સમાજે નગરપાલિકા ખાતે ધરણાં કર્યા.

ProudOfGujarat

રાજપીપળા : શિક્ષકોના અગત્યના પડતર પ્રશ્નો ન ઉકેલાતા શિક્ષકોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનું રણશિંગુ ફૂંક્યું.

ProudOfGujarat

વડોદરામાં રાજસ્થાનથી માર્બલની આડમાં ટ્રકમાં લઈ જવાતો દારૂ અને બીયરનો જથ્થો ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!