Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાલિયા- નેત્રંગ તાલુકામાં વીજ કંપની દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં ૮૭ જેટલા વીજ કનેક્શન ગ્રાહકોને ગેરરીતિ બદલ રૂપિયા ૧૬ લાખ ૫૮ હજારનો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Share

શુક્રવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિજલન્સની ૫૫ ટીમો દ્વારા વાલિયા- નેત્રંગ તાલુકામાં વીજ ચેકિંગ હાથા ધરવામાં આવ્યું હતું. વીજ કંપનીના દરોડાને પગલે ગેરરીતિ આચરનાર વીજ કનેક્શન ગ્રાહકોમાં દોદધામ મચી જવા પામી હતી. વીજ કંપનીના અધિકારીઓએ વીજ કનેક્શન ૧૧૩૭ વીજ જોડાણોની ચકાસણી કરી હતી. જેમાં ૮૭ જેટલા વીજ કનેકશનમાં ગેરરીતિઓ જણાતા વીજ કંપની દ્વારા વીજ કનેક્શનના ગ્રાહકોને રૂપિયા ૧૬ લાખ ૫૮ હજારનો દંડ ફટકારી તમામ વીજ કનેક્શનનાં ગ્રાહકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વીજ દરોડા દરમિયાન કોઈપણ જાતની અનિચ્છનીય ઘટના નહી બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો. વીજ કંપનીના દરોડાને પગલે ગેરરીતિ આચરનારા અન્ય વીજ જોડાણ ગ્રાહકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

Advertisement

Share

Related posts

ખ્યાતિ હોસ્પિટલ માં યોજનાની આડમાં સરકારના અધિકારીઓ – ડોક્ટરોની સંડોવણીનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા*

ProudOfGujarat

આણંદની અંજલી મહિલા અન્ડર 19ની ટીમની કેપ્ટન

ProudOfGujarat

ઝઘડીયા : ફીચવાડા ગામનાં કોરોનાગ્રસ્ત ઇસમનું સારવાર દરમિયાન મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!