Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

વિરમગામ ને જિલ્લો ક્યારે ? વિરમગામ ને જિલ્લો જાહેર કરો ના સ્લોગન લખાયેલી પંતગો થી સરકાર ને અનોખો સંદેશો.

Share

 વિરમગામ યુવા શક્તિ ગૃપ દ્વારા સ્લોગન લખાયેલી પતંગો સાથે ઉતરાયણ ની ઉજવણી કરાઇ. 
 
વિકાસથી વંચિત વિરમગામ ને જિલ્લા નો દરજ્જો આપવાની ઉગ્ર માંગ સાથે નિકળેલા જાગૃત નાગરીકોની યુવા શક્તિ ગૃપ અને વિરમગામ જિલ્લા આયોજન સમિતિ ના કન્વીનરો દ્વારા લોક જાગૃતિના ભાગરૂપે  ઉતરાયણ ના પર્વ પર વિરમગામ ને જિલ્લો ક્યારે,વિરમગામ ને જિલ્લો જાહેર કરો ના સ્લોગન લખાયેલી પંતગ ચગાવીને વિરોઘ નોંધાવ્યો હતો.
વિરમગામ શહેર જાગૃત નાગરીકોની યુવા શક્તિ ગૃપ અને જિલ્લા આયોજન સમિતિ કન્વીનરો દ્વારા શહેરના વિકાસ માટે અને વિરમગામને જિલ્લા ના દરજ્જો માટે છેલ્લા 6 મહિનાથી રેલી આંદોલન કરી રહ્યા છે. આ શહેરના વિકાસ માટે અનેક વાર ઉચ્ચા કક્ષાએ લેખિત મૌખિક રજુઆત કરવા છતાં કોઇ નક્કર પગલાં ન ભરાતા અને સરકાર તરફથી કોઇ હકારાત્મક વલણ ન દાખવતા  વિરમગામ ના વિકાસ માટે આ સમિતિ ગૌરવ શાહ,આશીષ ગુપ્તા , અનીલ મીર 
રણછોડ જાદવ, પ્રતિક ડગલી,ગોપાલ ઠાકર,વિજયસિંહ ચાવડા સહિત યુવા શક્તિ ગૃપ દ્વારા સ્લોગન લખાયેલી પતંગો અવકાશ ચગાવીને સરકારને એક સંદેશો મોકલી ઉતરાયણ પર્વ ઉજવણી કરી હતી. 
:-પીયૂષ ગજ્જર વિરમગામ.

Share

Related posts

ઝઘડિયાના અછાલિયા દુધ મંડળી ખાતે દુધધારા ડેરી આયોજિત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વિસાવદર : શ્રી સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ માડાવડ ખાતે વિશ્વ કેન્સર દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.

ProudOfGujarat

રાજપારડીમાં સરકારી નિયમ મુજબ દુકાનો ખોલવા પોલીસ સ્ટેશનમાં બેઠક યોજાઇ.

ProudOfGujarat
error: Content is protected !!