ન્યુઝ.વિરમગામ

વિરમગામ તાલુકાના વણી ગામના સરપંચ ને હોદ્દા પરથી દૂર કરવાના જિલ્લા વિકાસ અધિકારીના નિર્ણયને સરપંચ દ્વારા આર. પી.એ.ડી.અધિક વિકાસ કમિશ્નર સમક્ષ પડકારવામાં આવ્યો હતો. જે બાબતના કેસમાં સરપંચ નાથાભાઇ હરિભાઇ સિંધવની જીત થતા ફરીથી સરપંચ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અધિક વિકાસ કમિશ્નર, ગુજરાત રાજ્ય ગાંધીનગરે પોતાના આદેશમાં જણાવ્યુ હતુ કે, પ્રતિવાદી જીલ્લા વિકાસ અધિકારી અમદાવાદનો તારીખઃ- ૨૪/૦૭/૧૮નો સરપંચને હોદ્દા પરથી દુર કરવાનો આદેશ રદ ઠરાવવામાં આવે છે. આ કેસમાં થયેલ ચર્ચા અનુસાર તેમજ જણાવેલ ક્ષતીઓની ફેર તપાસ કરી ગુણદેષ પર નિર્ણય લેવા કેસ પરત કરવામાં આવે છે.

LEAVE A REPLY