Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે દશેરાના પર્વ નિમિત્તે રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાથીજી યુવક મંડળ દ્વારા ભાથીજી મંદિરની સામેના મેદાનમાં રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. ૧૨ ફૂટ ઉંચુ રાવણનુ પુતળું મંડળના યુવાનો દ્વારા બનાવવામા આવ્યું હતું, અને તેનુ દહન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો વડીલો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રાવણના પુતળાનું દહન થતાં આતશબાજી જોવા મળી હતી. પુતળા દહનની સાથે જ જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા. વિજયાદશમી એટલે અસત્ય અને અહંકાર સામે સત્યના વિજયનું પર્વ. વિજયના આ પર્વને ગ્રામજનોએ મીઠાઈ વહેંચીને મનાવ્યું હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

રાજપીપળા : કોરોનાનાં કેસોને નિયંત્રણમાં લાવવા નર્મદા જિલ્લાની ગ્રામ્ય કક્ષાની અને આંગણવાડીની બહેનોએ હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી હાથ ધરી.

ProudOfGujarat

आमिर खान ने अपनी माँ की तस्वीर के साथ इंस्टाग्राम का शुभारंभ किया !

ProudOfGujarat

ભરૂચ : હાંસોટના ઇલાવ નજીક માનવ ચહેરા જેવા દેખાવ ધરાવતી અલભ્ય પફર ફિશ મળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!