Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના નવા બનનાર મકાનનું ખાતમુહૂર્ત કરાયુ.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે ગ્રામ પંચાયતના નવા બનાવવામાં આવનાર મકાનનું આજરોજ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. સરપંચ સુરેશભાઇ વસાવા તેમજ ઉપસરપંચ વિનોદભાઇ વસાવાના હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું. તાલુકા મથક ઝઘડિયા ખાતે સુલતાનપુરા ઝઘડિયા ગ્રુપ ગ્રામ પંચાયતના નવા બનાવવામાં આવનાર મકાનના ખાત મુહુર્તના કાર્યક્રમમાં સરપંચ સુરેશભાઇ વસાવા, ઉપસરપંચ વિનોદભાઇ વસાવા, ભાજપા અગ્રણી દિનેશભાઇ વસાવા, સંજયસિંહ ચૌહાણ, તલાટી જનકભાઇ, અગ્રણીઓ વિજયસિંહ ચાવડા, નરેન્દ્રસિંહ પરમાર તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે સુલતાનપુરા ખાતે પાણીની ટાંકી પાસે ગ્રામ પંચાયતનું નવું મકાન બનાવાશે. જીલ્લા પંચાયત દ્વારા રુ.૨૫૭૭૦૦૦ ના ખર્ચે આ નવું પંચાયત મકાન બનાવાશે. નવું પંચાયત મકાન બનાવાતા ગ્રામજનોને સુવિધાનો લાભ મળશે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

શહેરાનગરના તળાવનુ પાલિકાતંત્ર દ્રારા બ્યુટિફીકેશન કરવામા આવશે.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીઓ રસપ્રદ બનવા તરફ, ભાઇ-ભાઇ બાદ પિતા-પુત્ર ચૂંટણી મેદાનમાં આવી શકે છે સામ-સામે..!!

ProudOfGujarat

પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાની રજુઆતના પગલે સિંચાઈ ઉકાઈ જમણા કાંઠા નહેરના કામો માટે રૂ।.૪૪.૨૩ કરોડ મંજૂર કરતી રાજય સરકાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!