Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા પોલીસ મથકના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા કિશોરને જિલ્લા એલસીબીએ ઝડપી લીધો

Share

ભરૂચ જિલ્લામાં વોન્ટેડ અને પેરોલના આરોપીઓને ઝડપી લેવા ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લાના પોલીસ વિભાગને સુચના અપાયેલ, તે અંતર્ગત જિલ્લા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ એલસીબી પીએસઆઇ એમ.એમ.રાઠોડ તથા ટીમ દ્વારા ઝઘડિયા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એલસીબીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે ઝઘડિયા પોલીસ મથકમાં નોંધાયેલ ધાડના ગુના અંતર્ગત ભરૂચ જિલ્લાના નાસતા ફરતા આરોપીઓની યાદીમાંનો ક‍ાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરને તા.૨ ના રોજ ઉચેડિયા ગામના પાટિયા પાસેથી હસ્તગત કર્યો હતો. આ કિશોર ઝઘડિયા પોલીસ મથકમાં નોંધાયેલ ગુના હેઠળ છેલ્લા બે વર્ષથી પોલીસ પકડથી દુર રહીને નાસતો ફરતો હતો. જિલ્લા એલસીબી પોલીસ દ્વારા આ હસ્તગત કરેલ કિશોરને વધુ તપાસ માટે ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

વડોદરા : સ્વસહાય જૂથની મહિલાઓના ઉત્કર્ષ માટે વહિવટી તંત્ર દ્વારા ‘કેશ ક્રેડિટ કેમ્પ’ યોજાયો.

ProudOfGujarat

રાજકોટના જેતપુરમાં મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ કરનાર 3 આરોપી ઝડપાયા

ProudOfGujarat

ભરૂચ: શેરપુરાના એક યુવાનનું ઝરવાણી ધોધ ખાતે ડૂબી જતા મોત….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!