Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના અવિધા ગામે જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામે જુગાર રમતા પાંચ ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા. આ અંગે રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાજપારડી પોલીસને અવિધા બીટ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે નવા અવિધા ગામે સંજયભાઇ મંગાભાઇ વસાવાના ઘરની પાસે આવેલ કોઠીના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં બેસીને કેટલાક ઇસમો પત્તાપાનાનો હારજીતનો જુગાર રમે છે. પોલીસે બાતમી મુજબના સ્થળે છાપો મારતા ત્યાં કેટલાક ઇસમો જુગાર રમતા જણાયા હતા. પોલીસે ઘટના સ્થળેથી કિરણ સોમા વસાવા, મનીશ શુકલભાઇ વસાવા, શુકલ ફતેસીંગ વસાવા, રમેશ શંકર વસાવા તેમજ હરિસીંગ અશોક વસાવા તમામ રહે.ગામ નવા અવિધા તા.ઝઘડિયાનાને કુલ રુ.૧૬૯૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પોલીસે જુગાર રમતા ઝડપાયેલ આ તમામ ઇસમો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

GVK EMRI 108 ઝધડીયા એમ્બ્યુલન્સનાં સ્ટાફ દ્વારા એમ્બ્યુલન્સ લઈ ખારીયા ગામ પહોંચી મહિલાને તેમના ઘરે જ સફળ પ્રસુતિ કરાવી.

ProudOfGujarat

ભાવનગરના વરતેજ ગામમાં જાહેરમાં જુગાર રમતા 6 જુગારીઓ ઝડપાયા

ProudOfGujarat

ભરૂચ જીલ્લા પંચાયત માં ફરજ બજાવતા જુનિયર ક્લાર્ક રૂપિયા ૨ હજાર ની લાંચ લેતા ભરૂચ એ સી બી ના હાથે ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!