Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ તાલુકાનાં ધોલેખામ નજીક સીમમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમો ઝડપાયા.

Share

અત્યારે કોરોના સંક્રમણને અટકાવવા લોકડાઉન ચાલી રહ્યુ છે. ત્યારે પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા પેટ્રોલિંગ કરાતુ હોય છે.ઉમલ્લા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ઉમલ્લા પોલીસની હદમાં આવેલ નેત્રંગ તાલુકાનાં ધોલેખામ ગામે રહેતો સિતારામ ભારજીભાઇ વસાવા મુગજ મચામડીની સીમમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવીને કટિંગ કરે છે.ત્યારે ઉમલ્લા પી.એસ.આઇ વલ્વીએ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા જગ્યા ઉપર રસીક દેવજી વસાવા રહે.તવડી તા.ઝઘડીયા જિ.ભરૂચ,ધર્મેન્દ્રભાઇ રાજેશ વસાવા રહે.ગામ ધોલેખામ તા.નેત્રંગ, વિરેન્દ્ર મુકેશ વસાવા રહે.ગામ પીપરીપાન તા.ઝઘડીયા જિ.ભરૂચ ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ ૮ જેમાં કુલ બોટલો નંગ ૪૦૦, જેની કિંમત રુ.૪૦૦૦૦ તેમજ ચાર મોટરસાયકલો રુ.૮૦૦૦૦ ની કિંમતની મળી કુલ રૂ.૧,૨૦,૦૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગઇકાલે સુથારપુરા ગામેથી એલસીબી પોલીસે દારૂ ઝડપી પાડવાના બીજા જ દિવસે ધોલેખામ ખાતે દારૂનો જથ્થો પકડાતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

ભરૂચનો કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો કાયસ્થ ક્રાઇમ બ્રાંચના હાથે ઝડપાયો, નવસારીના ગણદેવીમાં ક્રાઇમ બ્રાંચનું સફળ ઓપરેશન.

ProudOfGujarat

ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલના સ્વજનોને સહાય કરવા કોવિડ-19 યાત્રા શરૂ કરાઇ.

ProudOfGujarat

ખેડા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!