Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાનાં વણાકપોર ગામે જુગાર રમતા છ જુગારીયા ઝડપાયા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વણાકપોર ગામે જુગાર રમતા છ ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી જિલ્લામાં દારુ જુગારની બદી બાબતે કડક ક‍ાર્યવાહી કરવા મળેલ સુચનાના અનુસંધાને રાજપારડી પીએસઆઇ જે.બી.જાદવને બાતમી મળી હતી કે વણાકપોર ગામના તળાવની પાછળ ખુલ્લી જગ્યામાં મોબાઇલની લાઇટના અજવાળામાં બેસીને કેટલાક ઇસમો જુગાર રમે છે. પોલીસે બાતમી મુજબની જગ્યાએ છાપો મારતા ત્યાં ટોળુ વળીને કેટલાક ઇસમો પત્તાપાનાનો હારજીતનો જુગાર રમતા જણાયા હતા.

પોલીસે ઘટના સ્થળેથી વિજયભાઇ ક‍ાનજીભાઇ વસાવા, રમેશભાઈ રસીયાભાઇ વસાવા, ઝહિરભાઇ નિશારભાઇ સોલંકી, રણજીતભાઇ રતિલાલ વસાવા, સંજયભાઇ સોમાભાઇ વસાવા અને જાવેદભાઇ નિશારભાઇ સોલંકી તમામ રહે.ગામ વણાકપોર તા.ઝઘડીયા જિ.ભરૂચનાને જુગાર રમતા ઝડપી લીધા હતા. પોલીસે ઘટના સ્થળેથી મોબાઇલ નંગ ૪ તેમજ રોકડા રૂપિયા મળીને કુલ રૂ.૨૮૩૪૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો. કોરોન‍ા સંક્રમણ ફેલાય એ રીતે સોસિયલ ડિસ્ટન્સ રાખ્યા વિના ટોળુ વળીને જુગાર રમતા ઝડપાયેલા આ ઇસમો વિરુધ્ધ રાજપારડી પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. નવા વર્ષની શરૂઆતે જુગાર ઝડપાતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

દાહોદના આમલી ખજુરીયામાં એક નિર્માણધીન પાણીની ટાંકીનો સ્લેબ તૂટતાં 6 શ્રમિકો ઈજાગ્રસ્ત

ProudOfGujarat

વિરમગામ : કરકથલ ખાતે નાટક દ્વારા સધન રસીકરણ ઝુંબેશ મિશન ઇન્દ્રધનુષ ૨.૦ અંગે જનજાગૃતિ કરાઇ.

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા ઇલાવ ખાતે મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!