Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના ફુલવાડી ગામે સેનામાંથી ફરજ બજાવી ઘરે આવેલ જવાનનું ગ્રામજનોએ સ્વાગત કર્યુ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ફુલવાડી ગામના મૂળ વતની જીતુભાઈ વસાવા આર્મીમાં ફરજ બજાવે છે. તેઓએ લાંબો સમય સેનામાં ફરજ બજાવીને માતૃભૂમિના રક્ષણ માટે જીવનનો મોટો સમય વિતાવ્યો. ૨૧ વર્ષ અને ૪ મહીના જેટલો સમય માતૃભૂમિની સેવા કરી. તેમણે સીઆરપીએફ માં પોતાની દેશ ભક્તિ સાથે ફરજ બજાવી. તેઓ હાલમાં વતન ફુલવાડી પરત આવતા તેની ખુશીમાં ફુલવાડી ગામના આગેવાન નરેન્દ્રભાઈ પટેલ, કુણાલભાઈ પટેલ, કિરણભાઈ પટેલ તેમજ ગામનાં અન્ય વડીલોએ જીતુભાઈ વસાવાનું હ્રદયપૂર્વક ભાવભર્યુ સ્વાગત કર્યુ હતુ. ગ્રામજનોએ પોતાને ઉત્સાહમય આવકાર આપવા બદલ તેમણે સહુનો આભાર માન્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

પંચમહાલ જીલ્લા કોંગ્રેસ દ્વારા કોરોના વાઇરસને લઇને જરૂરી સુવિધાઓ સ્થાનિક કક્ષાએ ઉભી થાય તે માટે રજુઆત કરવામાં આવી.

ProudOfGujarat

નડિયાદની પરિણીતાને વિદેશમાં ત્રાસ આપતા ફરીયાદ નોંધાઈ

ProudOfGujarat

અંકલેશ્વર અને હાંસોટ રોડ ઉપર સેલારવાડ પાસે મુખ્ય માર્ગ પર ભુવો પડતા વાહન ચાલકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!