Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયાના રાણીપુરા ગામે ચુંટણીની અદાવતે શેરડી સળગાવી દેતા કલેક્ટર અને પોલીસ વડાને આવેદન પાઠવ્યું.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામે ગત તા.૨૯ મીના રોજ રાતના સમયે ગામના મકોડિયા વગા, કાછી વગા, ઝોરા વગા અને ચાડિયા વગામાં આવેલ ૧૬ જેટલા શેરડીના ખેતરોમાં કોઇએ આગ લગાડી દેવાતા આ ખેડૂતોને રુ.પાંચ લાખ જેટલું નુકશાન થયુ હતુ. આ ઘટના બાબતે તે સમયે ઝઘડીયા પોલીસમાં ફરિયાદ આપવામાં આવી હતી. આ ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તાજેતરમાં યોજાઇ ગયેલ ગ્રામ પંચાયતની ચુંટણીની અદાવત રાખીને કોઇ વિઘ્નસંતોષિ દ્વારા આગ લગાડવામાં આવી હતી.

ઉલ્લેખનીય છેકે ૨૦૦૭ ની સાલથી ૨૦૨૧ સુધી રાણીપુરા ગામે ગ્રામ પંચાયતની ચુંટણી નથી થઇ. અત્યારસુધી ગામમાં બિનહરિફ પંચાયત બનતી હતી. જ્યારે હાલમાં ગામમાં ચુંટણી યોજાઇ હતી. દરમિયાન આજરોજ રાણીપુરા ગામના સરપંચ મીતાબેન સુરેશભાઈ વસાવા તેમજ મનોજભાઇ ઠાકોરભાઇ દેસાઇ સહિતના પંચાયત સદસ્યોએ આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદન આપીને રાણીપુરા ગામે શેરડીના ૧૬ જેટલા ખેતરો સળગાવી દઇને ખેડૂતોને લાખો રુપિયા નુકશાન પહોંચાડનાર અસામાજિક તત્વો સામે કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી હતી. આવેદનમાં વધુમાં જણાવાયુ હતુ કે અગાઉ પણ રાણીપુરા ગામે સરકારી તેમજ પંચાયતની માલિકીની મિલકત અને સામાનને નુકશાન પહોંચાડવા ઉપરાંત તેની ચોરી થતી હોવાના બનાવો તેમજ ખેતરોમાં પણ ચોરી અને ભેલાણના બનાવો બનતા હતા. હાલમાં ૧૬ ખેતરોના ૭૦ વિઘા જમીનમાં વાવેતર કરેલ શેરડીનો પાક સળગાવી દઇને ખેડૂતોને નુકશાન પહોંચાડવાનું કૃત્ય ચુંટણીની અદાવતે જ કરાયુ હોવાની રજુઆત કરીને આવા અસામાજિક તત્વો પર કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

અમદાવાદ જિલ્લાના ગોરાસુ ગામના શૂરવીર પાળીયા અંગેના લેખ માટે હાર્દિ સોનીનું સન્માન કરાયુ…

ProudOfGujarat

લગ્નની મોસમ સાથે ભરૂચમાં તસ્કરોની મોસમ … અબિકાનગરમાં ચોરીનો બનાવ બન્યો ….

ProudOfGujarat

માંગરોળ : વાંકલમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!