Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાના મોટામાલપોર નજીક વડોદરાના ૬૧ વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળ્યો.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ગંભીરપુરાથી મોટા માલપોર જવાના રસ્તા પર એક વૃધ્ધ ઇસમનો મૃતદેહ મળી આવ્યો હતો. મળતી વિગતો મુજબ આ મૃતદેહ વડોદરાના માંડવી વિસ્તારના ઘડીયાળી પોળમાં રહેતા ૬૧ વર્ષીય વૃધ્ધનો હોવાની જાણ થઇ હતી. ઘટના બાબતે ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો અનુસાર વડોદરા ના રહીશ ૬૧ વર્ષીય વૃધ્ધ ભીખાભાઇ અંબાલાલ પટેલનો મૃતદેહ ઝઘડીયા તાલુકાના મોટામાલપોર ગંભીરપુરા તરફ જતા રસ્તાની બાજુમાંથી મળી આવ્યો હતો. પ્રાથમિક વિગતો મુજબ આ વૃધ્ધનું મોત કયા કારણોસર થયુ હશે તે જાણી શકાયુ નથી. જોકે આ મામલે ઝઘડીયા પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાયદેસર તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે મૃતકના જમાઇ હિરેનભાઇ કાંતિભાઇ પટેલ રહે. કામરોલ તા.વાઘોડિયાનાનો ટેલિફોનીક સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે મૃતક ભીખાભાઇ અંબાલાલભાઇ પટેલ ઘરેથી કોઇ કામસર જવાનુ કહીને નીકળ્યા હતા અને સવારે અથવા સાંજે ઘરે પરત આવીસ એમ જણાવ્યુ હતુ.ત્યારબાદ કોઇ તેમની કોઇ ખબર મળી નહતી. મૃતક નર્મદા જીલ્લાના કેવડીયા ખાતે ફરજ બજાવ્યા બાદ હાલમાં નિવૃત જીવન ગુજારતા હતા. સંતાનમાં ત્રણ પુત્રીઓ ધરાવતા આ વૃધ્ધ મિલનસાર સ્વભાવના હતા. પોલીસ તપાસ દરમિયાન તેમના આકસ્મિક મોતનુ રહસ્ય ખુલશે એમ હાલતો જણાઇ રહ્યુ છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

વડોદરા : નંદેસરીની ઓરિએન્ટલ કંપનીમાં મોરના મૃત્યુ મામલે પી.એમ રિપોર્ટ બાદ કાર્યવાહી કરાશે.

ProudOfGujarat

જામનગર-ખાનગી શાળાની શિક્ષિકા પર સંચાલક દ્વારા હુમલો-શાળાના સંચાલક દ્વારા શિક્ષિકાને ફડાકા ઝીંકવામાં આવ્યા….

ProudOfGujarat

સુરતમાં ખાણ ખનીજ વિભાગના અધિકારી ₹2, લાખ ની લાંચ લેતા ઝડપાતા તાત્કાલિક અસરથી નોકરી પરથી છૂટા કરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!