Proud of Gujarat
FeaturedGujaratINDIA

માનવ વાસ્તવિક વિકાસ કેન્દ્ર એ ઝઘડીયા સેવારૂરલને ૨૦૦ ધાબળા આપ્યા.

Share

ઝઘડીયાના સેવારૂરલ દવાખાનાને રાજપારડીની સંસ્થા દ્વારા ૨૦૦ ધાબળા અર્પણ કરવામાં આવ્યા હતા. વિગતો મુજબ માનવ વાસ્તવિક વિકાસ કેન્દ્ર રાજપારડીના ઉર્મિલાબેન વસાવાએ આજરોજ તા.૨૫ મીના રોજ ઝઘડીયા ખાતેની સેવારૂરલ હોસ્પિટલને ૨૦૦ નંગ ગરમ ધાબળા અર્પણ કર્યા હતા.

આ પ્રસંગે અલ્પાબેન પટેલ જીલ્લા પંચાયત પ્રમુખ, ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ રીનાબેન વસાવા, માજી વન અધિકારી દલુભાઈ વસાવા તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે હાલ શિયાળાની મોસમ પૂરબહારમાં ખીલી છે. વાતાવરણમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ત્યારે ૨૦૦ જેટલા ગરમ ધાબળા સેવાભાવી સંસ્થા દ્વારા દવાખાનાના દર્દીઓના લાભાર્થે આપવામાં આવતા સંસ્થાની આ સેવાકીય કામગીરીને અગ્રણીઓ દ્વારા આવકારવા આવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા માહેશ્વરી મહિલા મંડળ દ્વારા એકાદશી નિમિત્તે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પર મુસાફરોને સરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

દેડીયાપાડાનાં ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ વરસાદની શરૂઆત થતાં પાકને ભારે નુકશાન થવાની ભીતિ.

ProudOfGujarat

CDS બિપિન રાવતના મૃતદેહને લઈ જતી એમ્બ્યુલન્સને નડયો અકસ્માત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!