Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના સારસા ગામે ચાર બકરા મૃત હાલતમાં મળતા ચકચાર.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામે આજરોજ સવારના એક પશુપાલકના ચાર જેટલા બકરાઓ મૃત હાલતમાં તેમજ અન્ય એક ઇજાગ્રસ્ત હાલતમાં મળતા ચકચાર મચી જવા પામી હતી.

આ અંગે મળતી વિગતો મુજબ સારસા ગામે નવી વસાહતમાં રહેતા મહેશભાઇ મુળજીભાઇ વસાવા પોતાના ઘરે બકરીઓ રાખીને પશુપાલનનો વ્યવસાય કરે છે. આજે સવારે તેઓ જાગીને બહાર આવ્યા ત્યારે ઘર નજીક કોઢિયામાં બાંધેલ બકરાઓ પૈકી ચાર બકરાઓ મૃત હાલતમાં જણાયા હતા. ઉપરાંત અન્ય એક ગળાના ભાગે જખ્મી થયેલ હોવાની જાણ થઇ હતી. આ મૃત હાલતમાં મળેલ બકરાઓ પર કોઇ હિંસક પ્રાણીએ હુમલો કરતા બકરાઓનું મોત થયુ હોવાની સંભાવના પશુપાલક મહેશભાઇએ વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે આ પંથકમાં અવારનવાર દિપડા દેખાતા હોય છે, ત્યારે કોઇ દિપડા દ્વારા બકરાઓ પર હુમલો કરાતા તેમનું મોત થયુ હોવાની સંભાવના મહેશભાઇએ વ્યક્ત કરી હતી. બે બકરા કોઢિયામાં તેમજ બે કોઢિયાની બહાર મૃત હાલતમાં પડેલા જણાયા હતા. આ ઘટનાની વનવિભાગને જાણ કરાતા રાજપારડીના ફોરેસ્ટર મહેશભાઇ વસાવાએ તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચીને જરુરી કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનામાં ચાર બકરાના મોત થવા ઉપરાંત અન્ય એક ગળાના ભાગે દાંત વાગ્યા હોય એમ જખ્મી હાલતમાં જણાયુ હતુ. એકસાથે ચાર બકરાઓના મોત થવાથી આ ગરીબ પશુપાલકને અાર્થિકરીતે મોટું નુકશાન ભોગવવાનો વારો આવ્યો હતો.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલને ઇંડકટોથર્મ ગ્રુપ અને કુંદન ઉદાણી ફાઉન્ડેશન તરફથી અદ્યતન આઈ.સી.યુ ઓન વ્હીલ (કાર્ડિયાક એમ્બ્યુલન્સ) નું દાન મળેલ છે.

ProudOfGujarat

ભરૂચ પાંચબત્તીથી સેવાશ્રમ રોડ પર બનેલા પેવર બ્લોકની કામગીરી વિવાદમાં, ગટરનું ઢાંકણું તૂટી પડતાં વાહન ચાલક અંદર ખાબક્યો

ProudOfGujarat

વડોદરા : અકોટામાં એક સાથે 12 દુકાન-ઓફિસના તાળા તૂટ્યા, તસ્કર ટોળકી CCTV માં કેદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!