Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ શહેર માં મેઘરાજા ની પ્રથમ ઇનિંગ માંજ લોકો ની સમસ્યાઓમાં વધારો થયો છે..નેશનલ પાર્ક સોસાયટીના રહીશોએ પાલિકા કચેરી ખાતે ભારે હોબાળો મચાવી તેઓનીને પડતી સમસ્યાઓ અંગે ની રજુઆત કરી હતી……..

Share

હજુ તો સીઝન ના પ્રથમ વરસાદ ની શરૂઆત થઇ છે ત્યાં તો લોકો ની સમસ્યાઓને દૂર કરવામાં તંત્ર  નિષ્ફળ ગયું હોય તેમ લાગી રહ્યું છે…ભરૂચ નગર ના બાયપાસ ચોકડી નજીક ના વિસ્તાર માં આવેલ નેશનલ પાર્ક સોસાયટી ના રહીશોએ આજરોજ પાલિકા કચેરી ખાતે દોડી આવી ભારે હોબાળો મચાવી પ્રમુખ અને ચીફ ઓફિસર નો ઘેરાવો કરી ઉગ્ર રજુઆત કરી હતી………
નેશનલ પાર્ક સોસાયટીના રહીશોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાય સમય થી તેઓની સોસાયટીમાં રોડ રસ્તા સહિત ની સમસ્યાઓને કારણે પડતી હલાકીઓ મામલે પાલિકા માં અવાર નવાર રજુઆત કરી હતી..પરંતુ આજ દિન સુધી તેઓની સમસ્યાઓ અંગે કોઈ નિરાકરણ આવ્યું નથી જેના કારણે ગત રોજ એક યુવાન ખરાબ માર્ગ ના કારણે રસ્તા ની સાઈડ ઉપર થી પસાર થઇ રહ્યો હતો જેના ઉપર સ્લેબ ધરાસાઈ થતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો જેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો…જે હાલ માં ગંભીર અવસ્થામાં જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યો છે………..
નેશનલ પાર્ક સોસાયટીના રહીશોએ પાલિકા પ્રમુખ ની ચેમ્બર બહાર ઉગ્ર સૂત્રોચ્ચાર કરી તેઓની રજુઆત કરી હતી અને જો તેઓની સોસાયટીમાં પડતી તકલીફો મામલે નિંદ્રામાં રહેલું તંત્ર જાગે નહિ તો દિન ત્રણ બાદ પાલિકા કચેરી ને તાળા બંધી તેમજ ઉગ્ર આંદોલન ની ચીમકી ઉચ્ચારી હતી………..
Advertisement

Share

Related posts

ભરૂચનાં ઝનોરથી વાગરા તાલુકાનાં લુવારા ગામ વચ્ચે પસાર થતી નર્મદા નદીમાં કોઈ પણ સ્થળે ખૂંટા મારવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો.

ProudOfGujarat

છોટાઉદેપુર જિલ્લામાં વહેતી ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા..

ProudOfGujarat

દબાણ અને ભ્રષ્ટાચારના મામલે કલેક્ટરના હુકમોની ક્યાં થઈ અવગણના જાણો વધુ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!