Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જંબુસરના સારોદ ગામે ગૌહત્યાનો પર્દાફાશ : 40.94 કિલો ગૌમાંસ સહિત ₹1.40 લાખનો મુદ્દામાલ જપ્ત, ચાર આરોપી ઝડપાયા

Share

 

ભરૂચ :

Advertisement

 

 

જંબુસર તાલુકાના સારોદ ગામમાં ગૌહત્યા અને ગૌમાંસના જથ્થાનો પર્દાફાશ કરતા વેડચ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે સ્થળ પરથી આશરે 40.94 કિલો ગૌમાંસ તેમજ ગૌહત્યામાં વપરાયેલા સાધનો સહિત કુલ રૂ. 1.40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસને મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન ગૌમાંસ ઉપરાંત ત્રણ મોટરસાયકલ, છરા, ચપ્પા, લાકડાના ટીમલા, ઇલેક્ટ્રિક વજન કાંટો, મોબાઇલ ફોન અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

આ કેસમાં પોલીસે સલીમ અલ્લી ફિચા, સલમાન સલીમ ફિચા, સાકીબ સલીમ ફિચા અને રફીક મહમદ બોકડ નામના ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે વેડચ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 325, ગુજરાત પ્રાણી સંરક્ષણ (સુધારા) અધિનિયમ, 2017ની સંબંધિત કલમો તેમજ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

હાલ વેડચ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન. જી. ઢોડીયા સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે.


Share

Related posts

કાલોલ પુસ્તક પરબ ખાતે ગાંધી જન્મજયંતિ નિમિત્તે ગાંધી કાવ્ય પાઠ યોજાયો.

ProudOfGujarat

જ્યોર્જિયા એન્ડ્રિયાની અને ‘શહબાઝ’ બદેશાના નવા ગીત પર બનાવેલ વિડિયો થયો શેર.

ProudOfGujarat

આમોદમાં ઢાઢર નદીનું જળ સ્તર વધતા પૂરસા માર્ગ બન્યો જળમગ્ન, માર્ગ પર પાણી ફરી વળતા લોકો અટવાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!