Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જુના તવરા ગામે વરસાદી પાણીથી મુખ્ય માર્ગ જળબંબાકાર, આયોજનના અભાવે સ્થાનિકોમાં રોષ  :  કૃષ્ણા પાર્ક, વૃંદાવન અને આરોહી સોસાયટીના રહેવાસીઓ મુશ્કેલીમાં; બોડા અને તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલો

Share

 

ભરૂચ:
ભરૂચ તાલુકાના જુના તવરા ગામમાં વહેલી સવારથી વરસેલા વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું હતું. ખાસ કરીને કૃષ્ણા પાર્ક, વૃંદાવન અને આરોહી સહિતની સોસાયટીઓમાં જવાના મુખ્ય માર્ગ પર ગોઠણસમા વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

Advertisement

સ્થાનિકોના જણાવ્યા મુજબ નવા ભરૂચ તરીકે ઝડપથી વિકસી રહેલા જુના તવરા વિસ્તારમાં ટી.પી. સ્કીમ હેઠળ વિકાસકાર્યો ચાલી રહ્યા છે, પરંતુ યોગ્ય આયોજનના અભાવે વરસાદી પાણીના નિકાલની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી નથી. પરિણામે સામાન્ય વરસાદમાં પણ મુખ્ય માર્ગો જળબંબાકાર બની રહ્યા છે.

રહેવાસીઓએ આક્ષેપ કર્યો હતો કે બોડા અને સંબંધિત તંત્ર દ્વારા વિકાસની કામગીરી તો કરવામાં આવી રહી છે, પરંતુ ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલ જેવી મૂળભૂત સુવિધાઓની અવગણના કરવામાં આવી રહી છે. વિકાસના પ્રારંભિક તબક્કામાં જ આવી સ્થિતિ સર્જાતાં ભવિષ્યમાં વિસ્તાર વધુ વિકસશે ત્યારે મુશ્કેલીઓ અનેકગણી વધી શકે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સ્થાનિકોએ તંત્ર અને બોડાને તાત્કાલિક યોગ્ય માર્ગ વ્યવસ્થા તેમજ વરસાદી પાણીના અસરકારક નિકાલ માટે કાયમી આયોજન કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના કે ગંભીર સમસ્યા સર્જાય નહીં.


Share

Related posts

ભરૂચ લોકસભા 2024 ની ચૂંટણીમાં દાવેદારી કરવા રસપ્રદ જંગ જામ્યો, I.N.D. I. A, ગઠબંધનમાંથી ચૂંટણી લડવા દાવેદારી વધી..?

ProudOfGujarat

અંકલેશ્વર : શક્તિનગરમાં બંધ મકાનમાં તસ્કરોએ ત્રાટકી રૂપિયા ૧ લાખ ઉપરાંતની કરી ચોરી

ProudOfGujarat

ભરૂચના શખ્સને 1.25 લાખનો ચૂનો ચોપડનાર દિલ્હીના 3 ઠગ પોલીસ ના હાથે ઝડપાયા ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!