Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ટાયર ફાટતાં ડ્રાઈવરે મિની બસ રોડની સાઈડમાં પાર્ક કરી, પાછળથી ટેમ્પોએ ટક્કર મારતાં એક યુવાનનું મોત, એક ગંભીર : ભરૂચના દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર મધ્યરાત્રીએ બનેલી ઘટના : ટેમ્પોની ટક્કરે બસ આગળ ધસી જતાં બે શખ્સોને ગંભીર ઈજાઓ થઈ હતી.

Share

 

 

Advertisement

વડોદરાના પાદરા તાલુકાના મોટી ભાગોળ વિસ્તારમાં રહેતાં રજાક રહેમાન ઘાંચી ડ્રાઈવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેઓ તેમના પરિવાર તેમજ સગાઓ સાપુતારા ફરવા માટે નિકળ્યોૉ હતો. સાપુતારા ફરીને તેઓ તેમની મીનિબસ લઈને પરત ઘરે જવા માટે નિકળ્યા હતાં. દરમિયાનમાં તેઓ મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે પરથી પસાર થઈ રહ્યાં હતાં. તે વેળાં કારેલા ગામ પાસે આવતાં તેમની મિની બસના પાછળના ખાલી સાઈડના બન્ને ટાયર ફાટી જતાં તેમણે તેમની મિની બસ રોડની સાઈડમાં બનાવેલાં ઈમરજન્સી લેનમાં પાર્ક કરી હતી.

જે બાદ તેમાં બેસેલાં તેમના તમામ સગાસંબંધીઓને તેમણે નીચે ઉતારી બસની આગળ ઉભા કરી દીધાં હતાં. બીજી તરફ બસની પાર્કિંગ લાઈટ ચાલુ રાખી પાછળની તરફ આડશો મુકી તેઓ તેમની બસના ટાયર ખોલી રહયાં હતાં. અરસામાં એક આઈશર ટેમ્પોના ચાલકે પુરઝડપે ધસી આવી તેમની ઉભેલી મિની બસમાં ધડાકાભેર અકસ્માત કરતાં તેમની બસ આગળ ધકેલાઈ ગઈ હતી. જેના કારણે બસની આગળન ઉભેલાં તેમના કાકા સુલેમાન મુસા ઘાંચી તેમજ ભાણા સમીર નજીર ઘાંચીને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજામસ્તોને તાત્કાલિક સારવાર માટે કરજણની હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. જયાં તેમના ભાણાનું ગંભીર ઈજાઓને કારણે સ્થળ પર જ મોત નીપજયું હતું.


Share

Related posts

વડોદરાની MSUની વિદ્યાર્થિનીનો ડીનને પત્ર, શિક્ષકોના ત્રાસથી વિદ્યાર્થીઓ કોર્સ છોડી દેશે કે આપઘાત કરશે

ProudOfGujarat

વડોદરાની ખાનગી સોસાયટીઓને 20% ફાળા સાથે આંતરિક સ્ટ્રીટલાઇટ અપાશે

ProudOfGujarat

નેત્રંગ તાલુકાની પ્રાથમિક શાળા મૌઝા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!