Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં અનરાધાર વરસેલાં વરસાદને કારણે વાલિયા, નેત્રંગ અને હાંસોટ તાલુકામાં ૧૩૩૫ લોકોનું સ્થળાંતર : કિમ નદીમાં આવેલાં પૂરના પાણીના કારણે ત્રણેય તાલુકા આપદા : વહિવટી તંત્ર રાઉન્ડ ધ ક્લોક એક્શનમાં

Share

 

 

Advertisement

ભરૂચ જિલ્લામાં અષાઢ મહિનામાં મેઘરાજાએ આફત ઉભી કરી છે. છેલ્લા ૪૮ કલાકથી જિલ્લામાં સતત વરસાદી માહોલ રહેવાને કારણે નિચાણવાળા વિસ્તારોમાં તેમજ સોસાયટીઓમાં પાણી ભરવાની સ્થિતી ઉભી થઈ છે. ત્યારે ભારે વરસાદને કારણે જિલ્લાના ત્રણ તાલુકા વાલિયા, નેત્રંગ તેમજ હાંસોટમાંથી પસાર થતી કીમ નદી ઓવર ફ્લો થતાં આસપાસના ગામમાં પાણી ફરી વળ્યાં છે. જેના કારણે છેલ્લા ૨૪ કલાકમાં અંદાજે ૧૩૩૫ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી હોવાનું જાણવા મળ્યું છે.વાલિયામાં સ્થિતી વધુ વિકટ હોવાને કારણે ત્યાં એનડીઆરએફની એક ટીમ ઉતારવામાં આવી છે.

ભરૂચ જિલ્લામાં છેલ્લાં ૪૮ કલાકથી સતત વરસાદી માહોલ રહ્યો છે. જેના કારણે નિચાણવાળા વિસ્તારમાં તેમજ સોસાયટી વિસ્તારમાં પાણીનો નિકાલ તુરંત ન થઈ શકતાં પૂર જેવી સ્થિતીનું નિર્માણ થયું છે.બીજી તરફ ભરૂચ જિલ્લામાં વાલિયા, નેત્રંગ તેમજ હાંસોટ તાલુકામાંથી પસાર થતી કીમ નદીમાં ઉપરવાસમાંથી પાણીનો આવરો થતાં નદી ઓવરફ્લો થયો છે. બીજી તરફ ભરૂચજિલ્લામાં પણ છેલ્લા ૨૪ કલાકમાં એટલે કે ગઈકાલના સવારના ૬ વાગ્યાથી શનિવારે સવારના ૬ વાગ્યા સુધીના ગાળામાં નેત્રંગમાં અંદાજિત ૧૩ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જયારે અન્ય તાલુકાઓમાં પણ ૩થી ૬ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભરૂચ શહેરમાં પણ ૨૪ કલાકમાં કુલ ૬ ઈંચ વરસાદ પડતાં સોસાયટીઓમાં પાણી ભરાયાં હતાં.

કિમ નદીમાં રાત્રીના સમયે અચાનક પાણીનો આવરો વધતાં નેત્રંગ, વાલિયા તેમજ હાંસોટના નિચાણવાળા ગામોમાં પાણી ભરવા લાગ્યાં હતાં. વહીવટી તંત્રે પૂર્વ તૈયારી રાખી વિસ્તારમાં રહેતાં કુલ ૧૩૩૫ લોકોનું સ્થળાંતર કરાવ્યું હતું. જેમાં વાલીયા તાલુકામાંથી ૯૯૦, નેત્રંગ તાલુકામાંથી આગમચેતીના ભાગરુપે ૧૨૭ તથા હાંસોટ તાલુકાના અસરગસ્ત ગામોમાંથી ૨૧૮ લોકોને સુરક્ષિત સ્થળે આશરો આપવામાં આવ્યો હતો.


Share

Related posts

મુંબઈથી અમદાવાદ આવતી ઈન્ડિગોની ફ્લાઈટનું ટાયર ફાટ્યું, 185 પેસેન્જરોનો આબાદ બચાવ..

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલને 52 વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરાઇ.

ProudOfGujarat

બર્થડે સ્પેશિયલ: કેટરિના કૈફ એક એવી મહિલા છે જે શાંત શક્તિ અને શાશ્વત સુસંગતતા સાથે ઉદ્યોગ પર રાજ કરી રહી છે!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!