Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજની ટોરેન્ટ પાવર કંપનીના વેરહાઉસમાંથી ૩.૮૦ લાખની ચોરી

Share

 

 

Advertisement

ભરૂચ શહેરના લિંકરોડ પર આવેલી પુષ્પધન બંગ્લોઝ ખાતે રહેતાં વિરાગ રાજેશ દેસાઈ છેલ્લા ૧૮ વર્ષથી દહેજમાં લખીગામ ખાતે આવેલી ટોરેન્ટ પાવર લીમી. કંપનીમાં આસિ. મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગત ૨૭મી જૂલાઈએ તેઓ નોકરીએ ગયાં ત્યારે તેમના મેનેજર રજનીકાંત ભારતીયાએ તેમને ફોન કરી કંપનીમાંથી કેબલોની ચોરી થઈ હોવાનું જણાવતાં તેઓ તુરંત તેમના વેરહાઉસ ખાતે દોડી ગયાં હતાં.તેમણે તપાસ કરતાં તેમના વેરહાઉસનું તાળું તુટેલું હોવાનું જણાયું હતું. ઉપરાતં તેમની સાથેના સુપરવાઈઝરે જણાવ્યું હતુ કે, કંપનની પૂર્વ બાજૂની દિવાલ પાસે એક કોપર કેબલનું ખાલી ડ્રમ પડેલ છે. જેથી તેમણે અંદર જઈ તમામ સામાનની તપાસ કરતાં અંદરથી ૨૬ જૂલાઈના રાત્રીના ૧૦ વાગ્યાથી ૨૭ જૂલાઈના સવારના ૯ વાગ્યા સુધીના ગાળામાં તેમના વેરહાઉસનું કોઈ તસ્કર ટોળકીએ તાળું તોડીતેમાંથી ૩.૮૦ લાખની મત્તાનો કોપર કેબલ ચોરી કરી રફુચક્કર થઈ ગયાં હતાં. ઘટનાને પગલે તેમણે દહેજ મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે


Share

Related posts

અંકલેશ્વરની રુસન ફાર્મા કંપનીમાં કામદારને રાજીનામું લેવડાવતાં વિવાદ, કરણી સેના નો હલ્લાબોલ

ProudOfGujarat

અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

સુરત – લક્ઝ્યુરીયસ કારમાં દારૂની ખેપ મારતા ત્રણની ધરપકડ, 1.63 લાખનો દારૂ જપ્ત કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!