Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સુરત ગ્રામ્ય LCBનો મેગા બસ્ટ: કીમ નજીક એક્સપ્રેસ-વે પરથી ₹24.92 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો : આઈસર ટેમ્પોમાં સંતાડેલો 8,028 બોટલનો જથ્થો જપ્ત; એક આરોપી ઝડપાયો, પાંચને વોન્ટેડ જાહેર

Share

 

વાંકલ:

Advertisement

સુરત ગ્રામ્ય એલસીબીએ દારૂની હેરાફેરી સામે વધુ એક મોટી કાર્યવાહી કરતાં કીમ નજીક વડોદરા નેશનલ એક્સપ્રેસ-વે નં. 4 પર આવેલા મોટી નરોલી ટોલ પ્લાઝા નજીકથી આઈસર ટેમ્પોમાં સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં દારૂ, વાહન, મોબાઇલ અને રોકડ સહિત કુલ ₹24.92 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે એક્સપ્રેસ-વે પર નાકાબંધી ગોઠવી હતી. દરમિયાન સેલવાસ તરફથી વડોદરા તરફ જઈ રહેલા **આઈસર ટેમ્પો (નં. DD-01-J-9157)**ને અટકાવી તપાસ હાથ ધરતાં તેમાંથી વિદેશી દારૂ અને બીયરની 8,028 બોટલો મળી આવી હતી. પોલીસે અંદાજે ₹14.83 લાખની કિંમતનો દારૂનો જથ્થો તેમજ ₹10 લાખની કિંમતનો ટેમ્પો સહિત મોબાઇલ ફોન અને રોકડ રકમ મળી કુલ ₹24,92,396નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

કાર્યવાહી દરમિયાન ટેમ્પાના ચાલકને ઝડપી પાડી તેની અટકાયત કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો સેલવાસથી વડોદરા પહોંચાડવાનો હોવાનું સામે આવ્યું છે.

આ કેસમાં દારૂ ભરાવનાર, પાયલોટિંગ માટે સ્વિફ્ટ કારમાં આગળ ચાલનાર તેમજ વડોદરા ખાતે દારૂનો જથ્થો મંગાવનાર સહિત કુલ પાંચ શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે પાલોદ પોલીસ મથકે ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


Share

Related posts

અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જીને 9 લોકોનો ભોગ લેનાર આરોપી પુત્ર અને પિતા સહિત 6 લોકોની અટકાયત

ProudOfGujarat

ઝનોર ગામે પારિવારિક બોલાચાલી મામલે મહિલાઓ વચ્ચે મારામારી : લાકડી અને પથ્થરથી હુમલાનો આક્ષેપ, ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડાઈ

ProudOfGujarat

ખેડા જિલ્લામાં રોડ અકસ્માત સમયે મદદ કરતાં વ્યક્તિઓને ગુડ સમરટન એવોર્ડ પ્રમાણપત્ર એનાયત કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!