Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાનોલી GIDCની સુપ્રીમ પેટ્રોકેમ કંપનીમાં ભીષણ આગથી અફરાતફરી : આગની ઝપેટમાં આવતાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયાની પ્રાથમિક માહિતી, ફાયર બ્રિગેડની ટીમે આગ કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી

Share

 

અંકલેશ્વરના પાનોલી GIDC વિસ્તારમાં આવેલી સુપ્રીમ પેટ્રોકેમ (SUPREME PETROCHEM) કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવતાં ઔદ્યોગિક વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતાં કર્મચારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Advertisement

આગની ઝપેટમાં આવતાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવી કામગીરી હાથ ધરી હતી.

કંપનીમાં આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી ચોક્કસ વિગતો બહાર આવી નથી. આગને પગલે કંપનીમાં કેટલું નુકસાન થયું છે અને કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે તે અંગેની વિગતો મેળવવાની કામગીરી ચાલી રહી છે. આ ઘટનાને પગલે પાનોલી GIDCના ઔદ્યોગિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.


Share

Related posts

પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણનાં નવા ૦૯ કેસો નોંધાયા.

ProudOfGujarat

તારીખ પે તારીખ… તારીખ પે તારીખ…… અદાલતની આવી રીતરસમના પગલે આરોપીનો આત્મહત્યાનો પ્રયાસ.

ProudOfGujarat

સુરતના ભેસ્તાનમાં અંગત અદાવતમાં મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!