Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી: જિલ્લા વહીવટી તંત્રની નાગરિકોને સતર્ક રહેવા અને અફવાઓથી દૂર રહેવાની અપીલ

Share

 

ભરૂચ :

Advertisement

 

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવતાં જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ સાથે જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને સાવચેતી રાખવા અને માત્ર અધિકૃત માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરી છે.

તંત્રએ જણાવ્યું છે કે ભારે વરસાદ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી બિનજરૂરી મુસાફરી ટાળવી, નદી, નાળા, તળાવો, ચેકડેમ તેમજ પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું કે પાણી પાર કરવાનો પ્રયાસ ન કરવો. બાળકોને આવા જોખમી સ્થળોથી દૂર રાખવા અને વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરીને ધીમી ગતિએ વાહન ચલાવવું.

વીજળીના થાંભલા, લટકતા વીજતાર અથવા નુકસાનગ્રસ્ત વીજ ઉપકરણોથી સુરક્ષિત અંતર જાળવવાની પણ સલાહ આપવામાં આવી છે. ઉપરાંત ઘર અને કાર્યસ્થળની આસપાસ પાણી ભરાઈ રહે તો તેનો યોગ્ય નિકાલ કરવો તેમજ સ્વચ્છતા જાળવવા પર ભાર મૂકાયો છે.

વહીવટી તંત્રએ નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી, જરૂરી દવાઓ, ટોર્ચ, મોબાઇલ ચાર્જ અને અન્ય આવશ્યક સામગ્રી અગાઉથી તૈયાર રાખવાની અપીલ કરી છે.

સાથે જ તંત્રએ સ્પષ્ટ જણાવ્યું છે કે ભારે વરસાદ દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર, હવામાન વિભાગ અને અન્ય સરકારી વિભાગો દ્વારા જાહેર કરવામાં આવતી અધિકૃત સૂચનાઓનું જ પાલન કરવું. સોશિયલ મીડિયા પર ફેલાતી અપ્રમાણિત માહિતી, અફવાઓ અથવા ભ્રામક સંદેશાઓને ચકાસ્યા વગર આગળ મોકલવા નહીં, કારણ કે તેનાથી ગેરસમજ અને અનાવશ્યક ભયનું વાતાવરણ સર્જાઈ શકે છે.

જિલ્લા વહીવટી તંત્રએ જણાવ્યું છે કે સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. કોઈપણ આપત્તિજનક સ્થિતિ સર્જાય તો નાગરિકોએ તાત્કાલિક સ્થાનિક તંત્ર અથવા જિલ્લા નિયંત્રણ કક્ષાને જાણ કરીને પ્રશાસનને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.


Share

Related posts

ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા, ડિમ્પલબેન રાજ અને અજિત વસાવા પર મહોર

ProudOfGujarat

પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરનાર અંકલેશ્વરના ગેસ્ટ હાઉસ સમક્ષ એસઓજીની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી

ProudOfGujarat

ભરૂચ જિલ્લાની દહેજ તેમજ પાનોલી ઔદ્યોગિક વસાહતમાં બુધવારે ચાર જેટલી કંપનીઓમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!