Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મોસાલી પ્રાથમિક શાળામાં શિક્ષિકા કવિતાબેન ચૌધરીનો ભાવભીનો વિદાય સમારોહ યોજાયો :  વર્ષ ૨૦૧૩થી શિક્ષણક્ષેત્રે આપેલી સેવાઓને બિરદાવાઈ, વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી સન્માન સાથે વિદાય આપી

Share

 

વાંકલ :

Advertisement

માંગરોળ તાલુકાની મોસાલી પ્રાથમિક શાળામાં લાંબા સમયથી શિક્ષણકાર્ય સાથે સંકળાયેલાં શિક્ષિકા કવિતાબેન ચૌધરીનો નિવૃત્તિ નિમિત્તે ભાવભીનો વિદાય સમારોહ યોજાયો હતો. વર્ષ ૨૦૧૩માં ઉપશિક્ષક તરીકે મોસાલી પ્રાથમિક શાળામાં જોડાયેલા કવિતાબેન ચૌધરીએ વર્ષો સુધી નિષ્ઠા, સમર્પણ અને જવાબદારી સાથે શૈક્ષણિક સેવાઓ આપી અનેક વિદ્યાર્થીઓના ઘડતરમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

નિવૃત્તિ સમારોહ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. બાળકોએ પોતાની કલાઓ દ્વારા શિક્ષિકા પ્રત્યેનો આદર અને લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ કવિતાબેનની શૈક્ષણિક સેવાઓને યાદ કરી તેમના કાર્યકાળની પ્રશંસા કરી હતી તેમજ નિવૃત્ત જીવન સુખમય અને સ્વસ્થ રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

સમારોહમાં મોસાલી ગામનાં સરપંચ સવિતાબેન વસાવા, ઉપસરપંચ બિલાલભાઈ, મોસાલી દૂધ ઉત્પાદન સહકારી મંડળીના પ્રમુખ મકસુદભાઈ માજરા, તાલુકા પંચાયત સભ્ય શીતલબેન વસાવા સહિત ગામના અગ્રણીઓ, ગ્રામજનો અને શાળા પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ લાગણીસભર વાતાવરણમાં સંપન્ન થયો હતો.


Share

Related posts

એગ્રી- પ્રિ- વાઇબ્રન્ટ ગુજરાત ઈવેન્ટ-૨૦૨૧ નું ગોધરા APMC ખાતે લાઇવ પ્રસારણ યોજાયુ.

ProudOfGujarat

બળાત્કારનાં ગુનામાં સજા ભોગવતા અને રજા પરથી ફરાર થયેલ કેદીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

ProudOfGujarat

દેડિયાપાડા તાલુકાનાં નિવાલ્દા ગામે 108 નાં ઈએમટી દ્વારા સાત મહિનાની પ્રસુતાની સફળતાપૂર્વક એમ્બ્યુલન્સમાં નોર્મલ ડિલિવરી કરાવાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!