Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વટારિયા ગણેશ ખાંડ મંડળીની રૂ.186 કરોડની મિલકતોની હરાજી સામે ખેડૂતોનો વિરોધ, કલેક્ટરને આવેદન : પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની આગેવાનીમાં હરાજી અટકાવવાની માંગ, મિલકતોના મૂલ્યાંકન અને પારદર્શિતા સામે ખેડૂત આગેવાનોએ ઉઠાવ્યા સવાલો

Share

 

ભરૂચ: ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના વટારિયા ગામે આવેલી શ્રી ગણેશ ખાંડ સહકારી મંડળીની મિલકતોની હરાજી સામે ખેડૂતોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. એનસીડીસી દ્વારા સરફેસી (SARFAESI) એક્ટ હેઠળ મંડળીની 49.03 હેક્ટર જમીન, પ્લાન્ટ અને મશીનરી સહિતની મિલકતોની આગામી 18 નવેમ્બરના રોજ યોજાનારી ઈ-હરાજી અટકાવવાની માંગ સાથે ભરૂચ જિલ્લા ખેડૂત હિત રક્ષક સમિતિએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે.

Advertisement

પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની આગેવાનીમાં સમિતિના આગેવાનોએ કલેક્ટરને રજૂઆત કરી સમગ્ર હરાજી પ્રક્રિયા તાત્કાલિક સ્થગિત કરવાની માંગ કરી હતી.

સમિતિના જણાવ્યા અનુસાર, મંડળીની મિલકતોની હરાજી માટે રૂ.186.48 કરોડની અનામત કિંમત નક્કી કરવામાં આવી છે. જોકે, આટલી મોટી રકમનું મૂલ્યાંકન કઈ પદ્ધતિથી કરવામાં આવ્યું છે, જમીન, પ્લાન્ટ અને મશીનરીની કિંમત કેવી રીતે નક્કી કરાઈ છે તે અંગે સમિતિએ સવાલો ઉઠાવ્યા છે. હરાજીની સમગ્ર પ્રક્રિયાની કાયદેસરતા અને પારદર્શિતા અંગે નિષ્પક્ષ તપાસ કરાવવાની પણ માંગ કરવામાં આવી છે.

આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે, વર્ષોથી મંડળી સાથે જોડાયેલા હજારો ખેડૂત શેરધારકોને હરાજી અંગે પૂરતી જાણ કરવામાં આવી છે કે કેમ અને તેમને પોતાનો પક્ષ રજૂ કરવાની યોગ્ય તક આપવામાં આવી છે કે કેમ તેની તપાસ થવી જોઈએ.

સમિતિએ કલેક્ટર સમક્ષ હરાજી સંબંધિત તમામ દસ્તાવેજો અને ફાઇલો મંગાવી ઉચ્ચસ્તરીય તપાસ કરાવવાની માંગ કરી છે. ખેડૂતો અને શેરધારકોના કાયદેસરના આર્થિક હિતોનું રક્ષણ સુનિશ્ચિત ન થાય ત્યાં સુધી 18 નવેમ્બરની ઈ-હરાજી પ્રક્રિયા પર રોક લગાવવા રજૂઆત કરવામાં આવી છે.

પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા સહિત ખેડૂત આગેવાનોએ ચીમકી આપી છે કે, ખેડૂતોના હિતોને ધ્યાનમાં લીધા વિના એકતરફી કાર્યવાહી કરવામાં આવશે તો આગામી દિવસોમાં સ્થાનિક સ્તરે આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. હવે જિલ્લા વહીવટી તંત્ર આ રજૂઆતના પગલે શું નિર્ણય લે છે તેના પર ખેડૂતો અને શેરધારકોની નજર મંડાઈ છે.


Share

Related posts

અંકલેશ્વર : પ્રકૃતિ સુરક્ષા મંડળની પ્રદુષણના મુદ્દે નામદાર સુપ્રીમ કોર્ટના હુકમનો અનાદર કરનાર NCT ના સંચાલકો અને ઉદ્યોગો સામે કેસ કરવા કરી માંગણી

ProudOfGujarat

8 વર્ષમાં દેશમાં દરેક નવી ગાડી હશે ઇલેક્ટ્રિક, અત્યાર સુધી 13 લાખ EV રજિસ્ટર.

ProudOfGujarat

નવાગામ ખાતેની જયરામ કૃષ્ણ ઈંગ્લીશ મિડિયમ સ્કૂલ ખાતે ૬૯મા પ્રજાસત્તાક દિનની ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!