Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાગરાના અલાદરમાં કરંટ લાગતાં 29 વર્ષીય શ્રમિકનું મોત : મહાવીર મિનરલ્સની લેબર કોલોનીમાં શાકભાજીની થેલી લટકાવતી વેળાએ લોખંડની એંગલને અડી ગયો હાથ : સારવાર મળે તે પહેલાં જ મોત

Share

 

વાગરા :

Advertisement

વાગરા તાલુકાના અલાદર ગામે મહાવીર મિનરલ્સ કંપનીની લેબર કોલોનીમાં કરંટ લાગતાં 29 વર્ષીય શ્રમિકનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે વાગરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, બિહારના કૈમુર જિલ્લાના રામગઢ તાલુકાના ગોરાસરા ગામનો વતની મુલાયમ ઓમપ્રકાશ ચૌધરી (ઉં.વ.29) હાલ અલાદર ગામે આવેલી મહાવીર મિનરલ્સ કંપનીની લેબર કોલોનીમાં રહેતો હતો અને મજૂરી કામ કરતો હતો.

ગત તા.24 સપ્ટેમ્બરના રોજ રાત્રિના આશરે 8:30 વાગ્યાના અરસામાં મુલાયમ પોતાના રૂમમાં જમવાનું બનાવી રહ્યો હતો. દરમિયાન શાકભાજીની થેલી રૂમની છતના ભાગે આવેલી લોખંડની એંગલ સાથેના હુકમાં લટકાવવા જતાં તેનો હાથ લોખંડની એંગલ સાથેના સળિયા સાથે અડી ગયો હતો.

લોખંડના ભાગમાં વીજ કરંટ પ્રસરી રહ્યો હોવાથી મુલાયમને અચાનક જોરદાર ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો. બનાવ બનતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેને વાગરા સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

જોકે, ફરજ પરના તબીબે તપાસ કરતાં રાત્રે 9:55 વાગ્યે મુલાયમ ચૌધરીને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાં વાગરા પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે BNSS કલમ 194 મુજબ અકસ્માતે મોતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. વીજ કરંટ કયા કારણોસર લોખંડની એંગલ સુધી પહોંચ્યો હતો તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.


Share

Related posts

વરસાદ માં ખાડા પડ્યા, ચૂંટણીઓ બાદ નેતાઓ વેકેશન મૂડ માં..? અંકલેશ્વર ના ખાડા માં ભાજપ નો ધ્વજ ફરક્યો, પ્રજા ત્રાહિમામ

ProudOfGujarat

વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપતી ભરૂચ ગ્રામ્ય પોલીસ

ProudOfGujarat

ભરૂચનાં રેલ્વે ગોદી વિસ્તારમાં અનાજ સાથે જોખમી જીપ્સમનો પાઉડર અનાજ સાથે ભળતા લોકોનાં સ્વાસ્થયને જોખમ હોવાની રજુઆત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જીલ્લા કલેકટરને કરવામાં આવી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!