Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાલીયામાં ભારે વરસાદ બાદ તંત્ર એલર્ટ : રાજપરા-રૂંધા ડાયવર્ઝનનું સમારકામ પૂર્ણ, દેસાડ-સોડગામ માર્ગ પર વૈકલ્પિક વ્યવસ્થા

Share

 

ભરૂચ :

Advertisement

ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીના પ્રવાહને પગલે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર કાર્યરત છે. વાલીયા તાલુકાના રાજપરા અને રૂંધા ગામ વચ્ચે નિર્માણાધીન બ્રિજ પાસે બનાવવામાં આવેલા હંગામી ડાયવર્ઝન પર પાણી ફરી વળતા તેના આગળના ભાગમાં ધોવાણ થયું હતું.

પાણીની આવક ઘટતા જ જિલ્લા વહીવટી તંત્રે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ધોવાણ થયેલા ભાગનું યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કર્યું હતું. કામગીરી પૂર્ણ થતાં હાલ આ માર્ગ પર વાહનવ્યવહાર ફરીથી પૂર્વવત શરૂ કરી દેવામાં આવ્યો છે.

બીજી તરફ, વાલીયા તાલુકાના દેસાડથી સોડગામ જતાં માર્ગ પર આવેલા નિર્માણાધીન બ્રિજ નજીકના ડાયવર્ઝનને પણ ભારે પાણીના પ્રવાહથી નુકસાન પહોંચ્યું છે. સલામતીના ભાગરૂપે પોલીસે સ્થળ પર બંદોબસ્ત ગોઠવી આ માર્ગને ટ્રાફિક માટે અસ્થાયી રીતે બંધ કર્યો છે.

જિલ્લા તંત્રના જણાવ્યા મુજબ, આ માર્ગ માટે વૈકલ્પિક રસ્તો ઉપલબ્ધ હોવાથી સ્થાનિક ગ્રામજનોને અવરજવર કરવામાં કોઈ મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તાલુકા કક્ષાના અધિકારીઓ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને જરૂરી કામગીરી હાથ ધરી રહ્યા છે.

વહીવટી તંત્રે લોકોને વરસાદી પરિસ્થિતિમાં સાવચેતી રાખવા, ડાયવર્ઝન અને પાણી ભરાયેલા માર્ગો પરથી પસાર થતાં પહેલાં માહિતી મેળવી આગળ વધવા અપીલ કરી છે.


Share

Related posts

ભરૂચ નગરપાલિકાના પ્રમુખનાં જાતિના પ્રમાણપત્રના વિવાદનો મામલો : ભરૂચ કલેકટર, ચૂંટણી અધિકારી, મ્યુનિસિપલ કમિશનર પાલિકા પ્રમુખને હાઈકોર્ટમાં હાજર થવા ફરમાન..

ProudOfGujarat

ગોધરામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓએ રક્તદાન કરી નોધાવ્યો વિરોધ.

ProudOfGujarat

ઝઘડીયાના સરકારી બોરીદ્રા ગામે ઉકરડો કેમ હટાવતો નથી એમ કહીને હુમલો કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!