Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના આજવા નિમેટામાં આવેલા અતાપી ફન વોટર પાર્કના સંચાલકોની લાપરવાહીથી પાર્કમાં ફરવા આવેલા 12 વર્ષના બાળક નું અન્ડરગ્રાઉન્ડ ટાંકીના ખુલ્લા ઢાંકણ ને કારણે ટાંકીમાં પડી જવાથી, પાણીમાં ડુબવાથી કરુણ મોત નીપજ્યું

Share

વડોદરાના આજવા નિમેટામાં આવેલા વડોદરા મહાનગર પાલિકાના કોન્ટ્રાક્ટ પર આપેલા અતાપી ફન વોટર પાર્કના સંચાલકોની લાપરવાહીથી મહુવધાથી ફરવા આવેલા 12 વર્ષ ના હસનેન મન્સૂરી નું અંડરગ્રાઉન્ડ પાણી ની ટાંકીમાં , ટાંકી નું ઢાંકણ ખુલ્લું હોવાથી પાણીમાં ડુબવાથી મોત નીપજ્યું.
વડોદરા મહાનગર સેવાસદન ની જગ્યા માં અતાપી નામે વન્ડરલેન્ડ પાર્ક બનાવમાં આવ્યું છે .અધિકારીઓને પોતાના ખિસ્સામાં રાખીને ફરતા સંચાલકો ઉપર બાળકના મોત મામલે પગલા ભરવા માં આવશે ખરા કે પછી ભીનું સંકેલવામાં આવશે?
અતાપી ના રાઈડ માં જે જગ્યા ઉપર પાણી ની ટાંકી માં બાળક નું મોત થયેલ છે તે જગ્યા અંગે ના વધુ ખુલાસો ટૂંક સમયમાં કરવામાં આવશે.કેમ આતાપી ના સંચાલકો તે જગ્યાના સીસી ટીવી ફુટેજ આપવામાં અનાકાની કરી રહ્યા છે? અતાપી માં હાલ ચાલી રહેલ 30 થી વધુ રાઈડ માં સરકાર દ્વારા કેટલી રાઈડ ની પરવાનગી આપવા માં આવી છે?
જો બધી વાત ના ખુલાસાઓ કરવામાં નહીં આવે અને જવાબદાર અધિકારીઓ પર કાયદેસરના કડક પગલાં ભરવામાં નહીં આવે અને કોન્ટ્રાક્ટર ને બ્લેક લિસ્ટ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ભ્રષ્ટ અધિકારીઓ ને સામે લાવામાં આવશે.

હિતેશ પટેલ
પોર

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં આજે કોરોના પોઝિટીવ કુલ 15 કેસ આવતાં કુલ સંખ્યા 475 થઈ.

ProudOfGujarat

અંકલેશ્વરમાં બુટલેગરો સામે પોલીસની તવાઇ-ભારતીય બનાવટના વિદેશી શરાબના જથ્થા સાથે એક બુટલેગરની ધરપકડ.

ProudOfGujarat

ભરૂચ નગરમાં આજથી પાસપોર્ટ મળશે ઘર આંગણે : આજથી અમદાવાદ તથા વડોદરાના ધક્કા પૂરા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!