Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના વસ્તાન ગામે દીપડાએ વાછરડાનું મારણ કર્યું.

Share

માંગરોળ તાલુકાના વસ્તાન ગામે જી આઈ પી સી એલ કંપનીના ગ્રીન બેલ્ટ એરિયામાં દીપડાએ વાછરડાનું મારણ કર્યું હતું.

વસ્તાન ગામના પશુપાલક મોતિયાભાઈ કાળીયાભાઈ વસાવાની માલિકીના બેથી ત્રણ વર્ષના વાછરડાને સીમમાં ચારો ચરાવવા માટે ગોવાળ લઈ ગયો હતો, આ સમયે કંપનીના ગ્રીન બેલ્ટ એરિયામાં દીપડાએ વાછરડાનું મારણ કર્યું હતું. આ ઘટનાની જાણ પશુપાલકે વાંકલ વન વિભાગની કચેરીને કરતા વન વિભાગ દ્વારા મૃત વાછરડાનો કબજો લઈ પી.એમ કરવામાં આવ્યું હતું તેમજ પશુપાલકને નુકશાનીનું વળતર મળે એ માટેની કાર્યવાહી વન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. થોડા સમય પહેલા એક ગાય એક વાછરડો તેમજ ચાર જેટલા બકરાનું દીપડાએ મારણ કર્યું હતું ત્યારે દિપડા દ્વારા થતા પશુઓના મારણને કાયમી ધોરણે રોકી આ સમસ્યાનો અંત લાવવામાં આવે તેવી માંગ સ્થાનિક પશુપાલકો અને ગ્રામજનો કરી રહ્યા છે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

વડોદરાની સેન્ટ્રલ જેલમાં વધુ એક કેદી મોબાઇલ ફોન સાથે ઝડપાયો

ProudOfGujarat

અંકલેશ્વરમાં ૧૨ મો એઆઇએ ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો-૨૦૨૨ નું ઉદ્ઘાટન ઉદ્યોગ મંત્રી જગદીશભાઈ પંચાલનાં હસ્તે કરાયું.

ProudOfGujarat

નવસારીના જલાલપોર અબ્રામા રોડ ઉપરથી ૬ લાખ ઉપરાંતની ચલણી જુની નોટો વટાવવા જતા એક ઈસમને જલાલપોર પોલીસે અટક કરી તપાસનો દોર શરૂ કર્યો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!