Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર ખરોડ હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે બાઈક ચાલકનું કરૂણ મોત.

Share

અંકલેશ્વર ખરોડ વચ્ચેના નેશનલ  હાઇવે પર બાકરોલ બ્રિજ પાસે ખાનગી નોકરીમાંથી પરત ઘરે જતા અંદાડાના 32 વર્ષીય યુવકને અજાણ્યા વાહનના ચાલકે અડફેટમાં લેતા ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

 પોલીસ સુત્રિય માહિતી મુજબ અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામની ગોકુળ નગર સોસાયટીમાં રહેતા ૩૨ વર્ષીય જયેશ મનસુખભાઈ પુંજરીયા પાનોલી જીઆઇડીસી માં આવેલ સનફાર્મા કંપનીમાં નોકરી કરે છે તેઓ સવારના અરસામાં નોકરી પરથી છૂટી પોતાની મોટરસાયકલ લઈને નેશનલ હાઇવે પરથી પરત ઘરે આવી રહ્યા હતા તે દરમ્યાન બાકરોલ ગામના બ્રિજ નજીક અજાણ્યા વાહનચાલકે તેમની બાઇકને ટક્કર મારી વાહન લઇ ફરારથી ગયો હતો. આ અકસ્માતમાં જયેશ પુંજરીયાને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બનાવ અંગેની અંકલેશ્વર તાલુકા પોલીસ મથકને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેર અને જીલ્લા માં સવાર થી ઉતરાયણ પર્વ નું હર્ષોઉલાશ સાથે ઉજવણી નો માહોલ સર્જાયો હતો…

ProudOfGujarat

રાજપીપળા લિલોડીયા ફળીયામાં છેલ્લા દોઢ વર્ષથી પીવાનું પાણી પૂરતાં પ્રમાણમાં નહીં આવતાં કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

બાકરોલના બિલ્ડરને પિસ્તોલની અણીએ લૂંટના કેસમાં મુખ્ય આરોપી મુંબઇથી કાર સાથે ઝડપી પાડયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!