Proud of Gujarat
INDIAFeaturedGujarat

નર્મદા ડેમમાં પાણીની સપાટી અને આવક, જાવકમાં થયો ઘટાડો.

Share

સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં ક્રમશ: ઘટાડો થયો છે. આજે બપોરે 12 કલાકે નર્મદા ડેમની સપાટી 136.03 મીટરે પહોંચી છે. આજે ડેમમાં પાણીની આવક 4,83,237 ક્યુસેક નોંધાઈ છે.

હાલ ડેમના 23 દરવાજા 2.45 મીટર ખોલી નાખવામાં આવ્યા છે. હાલ 4,50,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.જયારે રિવર બેડ પાવર હાઉસના 6 વીજમથક ચાલુ કરી 44,921 ક્યુસેક પાણી નદીમાં છોડાયુ છે.

Advertisement

પાણીની આવક 4,83,237 ક્યુસેક સામે નદીમાં કુલ જાવક 4,94,921 ક્યુસેક નોંધાઈ છે. હાલ કેનાલમાં 18,436 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા નદીમાં કુલ જાવક – 5,13,357 ક્યુસેક નોંધાઈ છે. હાલ પાણીની સપાટી અને આવક,જાવક બન્નેમાં ઘટાડો નોંધાયો છે.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

વડોદરાની નવરચના સ્કૂલના વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ.

ProudOfGujarat

માંગરોળના ધોળીકુઇ પાટિયા પાસે બાઇક અને પીકઅપ બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત: એકનું ઘટનાસ્થળે મોત

ProudOfGujarat

અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે મહિલાની બેગ લઈ જનારા આરોપીઓ ગણતરીના કલાકોમાં સળિયા પાછળ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!