Proud of Gujarat
GujaratFeaturedINDIA

ડીસામાં લવ જેહાદ મામલે યોજાયેલી રેલીમાં લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ.

Share

ડીસામાં લવ જેહાદની ઘટના બાદ આજે નિકળેલી રેલીમાં ટોળાને વિખેરવા માટે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. વિવિધ સંગઠનો અને વેપારીઓએ બંધને સમર્થન આપ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં લોકો જોડાઇ વિધર્મી સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી.

ઘટના પગલે પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો હતો. ડીસાના હીરાબજાર નજીક સૂત્રોચ્ચાર કરી રહેલા લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા પોલીસ દ્વારા ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. ઘર્ષણમાં એક યુવકને માથાના ભાગે ગંભીર ઇજા પણ પહોંચી હતી. પોલીસે સૂત્રોચ્ચાર કરી રહેલા લોકોની અટકાયત કરી છે. ઘર્ષણના પગલે પોલીસે કડક કાર્યવાહી કરવાના આદેશ પણ આપ્યા છે. હીરા બજાર પાસે પોલીસ લાઠી ચાર્જમાં એક યુવકના માથાના ભાગે ઈજા પહોંચતા તેને ડીસા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.

Advertisement

તાજેતરમાં જ ડીસા જિલ્લાના માલગઢ ગામની અંદર ધર્માતરણનો મામલો સામે આવ્યો હતો. જેમાં પરીવાર પાછો સોંપવા માટે 25 લાખની માંગણી કરાતાં પરિવારના મોભીએ આપઘાતનો પ્રયત્ન કર્યો હતો. જેથી આ મામલે લોકો ઉગ્ર બન્યા હતા. જોકે પોલીસે કેટલા આરોપીઓની ધરપકડ પણ કરી હતી. ખાસ કરીને ધર્મ પરીવર્તન કરેલ પરીવાર મળી ના આવતા સમગ્ર જિલ્લામાં હિન્દુ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.


Share

Related posts

ડેડીયાપાડા તાલુકાના ભરાડા (રેલવા) ગામે કરજણ ડેમની સાઈડ તૂટી જતાં પાણી લીકેજ થતા પાણીનો પ્રશ્ન ઉભો થયો.

ProudOfGujarat

જ્ઞાનદીપ સ્કૂલ પાસેથી ત્રણ ખેલંદાઓને જુગાર રમતા ઝડપી પાડતી અંકલેશ્વર પોલીસ

ProudOfGujarat

ઉર્વશી રૌતેલા મોરોક્કોમાં લક્ઝરી નેટવર્ક ઇન્ટરનેશનલ એવોર્ડ 2022માં ગ્લોબલ આઇકન તરીકે સન્માનિત થનારી પ્રથમ ભારતીય અભિનેત્રી બની.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!