Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડામાં પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે ગેસ કનેકશન વિતરણ તથા એમ્બ્યુલન્સના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

Share

ઉમરપાડા ગામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે ઉજ્જવલા યોજના અન્વયે વિના મૂલ્યે ગેસ કનેકશન વિતરણ કાર્યક્રમ પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના અઘ્યક્ષપણા હેઠળ યોજવામાં આવ્યો હતો તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્ર, ઉમરપાડા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વડપાડા તથા કેવડી ની અદ્યતન સુવિધાવાળી રૂા.૩૦ લાખના ખર્ચે એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

કારોબારી અધ્યક્ષ રાજુભાઈ વસાવા, જિ.મેં. સદસ્ય દરીયાબેન વસાવા ઉમરપાડા તાલુકાના સંગઠન પ્રમુખ વાલજીભાઈ વસાવા, મહામંત્રી અર્જુનભાઈ વસાવા તથા અમીષભાઈ વસાવા, ઉમરપાડા તાલુકા પ્રમુખ શારદાબેન ચૌધરી, મામલતદાર ઉમરપાડા, ગેસ એજન્સીના પ્રતિનિધીઓ, ઉપપ્રમુખ વિપુલભાઈ વસાવા, કારોબારી અધ્યક્ષ મોહનભાઈ વસાવા, સદસ્ય તાલુકા પંચાયત, સરપંચ ડે.સરપંચો મોટી સંખ્યામાં કાર્યકર્તા આગેવાનો અને ગ્રામજનો હાજર રહયા હતા.

Advertisement

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

વીજદર વધારા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પિટિશન: મંજુર થશે તો મહિને રૂ 250નો બોજ વધશે

ProudOfGujarat

ભરૂચ પોલીસે “તેરા તુજકો અર્પણ” અભિયાન અંતર્ગત કુલ ₹3.92 લાખનો મુદ્દામાલ પીડિતોને પરત કર્યો

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં ખરચી ગામનાં ઇસમ પર અન્ય ચાર ઇસમોએ હુમલો કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!