Proud of Gujarat
INDIAFeaturedGujarat

વલસાડ હાઇવે ઉપર હરિયાણા જતા કન્ટેનરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ.

Share

વલસાડ જિલ્લાના પારડીના મોતીવાડા ગામ પાસે નેશનલ હાઈવે 48 ઉપર હરિયાણા જતા એક કન્ટેનરને અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ અન્ય વાહન ચાલકોએ કન્ટેનર ચાલકને કરતા કન્ટેનર ચાલક કન્ટેનર હાઈવેની સાઈડ ઉપર કન્ટેનર મૂકી ભાગી ગયો હતો. ઘટનાની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતા રાહદારીઓ તાત્કાલિક પારડી ફાયર ફાઇટર અને પારડી પોલીસને ઘટનાની જાણ કરી હતી. પારડી ફાયર ફાઈટરની ટીમને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. કન્ટેનરમાંથી બ્લાસ્ટ થતા મુંબઇ અમદાવાદ હાઇવે સુરક્ષાના ભાગ રૂપે બંધ કરવામાં આવ્યા હતો. જોકે, આગ ઉપર કાબુ મેળવ્યા બાદ ફાયર બ્રિગેડના જવાનો જતા રહ્યા બાદ હાઇવે ઉપરથી પસાર થતા વાહન ચાલકોએ કન્ટેનરમાંથી બિયર સમજી બિયર કંપનીના શેમ્પુની લૂંટ ચલાવી હતી. ઘટનાની જાણ પારડી પોલીસની ટીમને થતા પારડી પોલીસની ટીમે તત્કાલિક ઘટના સ્થળે પહોંચી લૂંટ ચલાવતા લોકોને દૂર કર્યા હતા.

Advertisement

Share

Related posts

માંગરોળ : ઝંખવાવના સિંગલ ફળિયામાં રોડ માર્જિનની જગ્યામાં ગંદકી મુદ્દે પ્રાંત અધિકારીને રજૂઆત કરાઈ.

ProudOfGujarat

ગુજરાત વિધાનસભાના મતોનો એનલિટીકલ રિપોર્ટ : રાજ્યની જનતાએ ભાજપ-કોંગ્રેસની સરખામણીમાં નવી પાર્ટીઓને કેટલા ટકા વોટશેર જાણો

ProudOfGujarat

માંગરોળ તાલુકાના ધોળીકુઈ ગામે વીર ભાથીજી મહારાજની છઠ્ઠી સાલગીરી મહોત્સવની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!