Proud of Gujarat
FeaturedGujaratINDIA

પ્રમુખસ્વામી મહારાજની જયોતયાત્રાનુ નડિયાદ શહેરમાં આગમન

Share

અમદાવાદના આંગણેજ ખાતે પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દીની મહોત્સવની દબાદાભેર ઉજવણી કરવામાં આવનાર છે. ૧૫ મી ડીસેમ્બરથી ૧૫ મી જાન્યુઆરી સુધી એક માસ ઉજવણી થનાર છે. આ મહોત્સવ પહેલા પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન વડોદરાના ચાણસદથી અમદાવાદ
આંગણેજ જવા નીકળેલી જ્યોતયાત્રા ગતરોજ નડિયાદ ખાતે આવી પહોંચી હતી. પ્રમુખસ્વામી મહારાજ ૧૪મી ડીસેમ્બરના રોજ મહોત્સવના સ્થળે પહોંચશે આ જ્યોતયાત્રામા ૬૫ જેટલા સંસ્થાના યુવાનો જોડાયા હતા. યાત્રીકો જ્યોતયાત્રા લઈને જ્યારે નડિયાદના માર્ગ પરથી પસાર થતાં હતાં ત્યારે અનેક સંદેશાઓ પાઠવી વર્તમાન મહંત સ્વામીના દર્શન કરવા અચૂક પધારો તેવી નગરજનોને અપીલ કરી છે. સાથે સાથે આ યાત્રા આગળ મહેમદાવાદ અને પછી અમદાવાદ ખાતે પહોંચશે. અને ૧૪ મી ડીસેમ્બરના રોજ મહોત્સવના સ્થળે પહોંચશે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

દૂધધારા ડેરીની ચૂંટણીમાં અરૂણસિંહ રણાની પેનલના 6 ઉમેદવારોને ભાજપે સસ્પેન્ડ કર્યાં

ProudOfGujarat

ચાર દિવસના મીની વેકેશનમાં નર્મદા ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જંગલ સફારી જોવા પ્રવાસીઓની ભારે ભીડ.

ProudOfGujarat

કચ્છ-ભુજમાં 1 મહિના સુધી રહેશે પાણીકાપ-પાઈપલાઈનમાં સમારકામના કારણે પાણીકાપ કરાશે..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!