Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીલીયા તથા સાવ૨કુંડલા વિસ્તારમાંથી ત્રણ બોગસ ડોક્ટરોને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.

Share

સરકાર માન્ય એલોપેથીક સારવાર કરવા માટેની ડિગ્રી વગર કલીનિક ચલાવી દર્દીઓ પાસેથી ફી લઇ સારવાર આપી પૈસા વસુલ કરી ડોકટરની રજી.મેડીકલ પ્રેકટીશનરને લગતી ડિગ્રી ન હોવા છતાં એલોપેથીક દવાઓ આપતા હોય છે જે અત્રેના અમરેલી જીલ્લામાં આવા બોગસ ડોક્ટરોની ડિગ્રી વગર કલીનિક ચલાવી મેડિકલ પ્રેકિટસ કરી આવા કૃત્યથી માનવ જીંદગી જોખમાય તેમ હોય, તેવુ પોતે જાણતા હોવા છતા દર્દીઓને સારવાર આપી માનવ જીંદગી સાથે ચેડા કરનાર વિરૂધ્ધ કાયદસરની કાર્યવાહી કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપવામાં આવેલ.

જે અનુસંધાને એ.એમ. પટેલ પોલીસ ઈન્સપેક્ટર, ઈન્ચાર્જ એસ.ઓ.જી. તથા શ્રી જે.કે.મોરી પોલીસ સબ ઈન્સ્પેક્ટર, એસ.ઓ.જી.શાખા, તથા એસ.ઓ.જી.ટીમને અમરેલી જીલ્લામાં આવા બોગસ ડોક્ટરની માહિતી મેળવી અને તેઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહેલ હોય, લીલીયા તથા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, લીલીયા તાલુકાનાં સલડી ગામે હવેલી શેરીમા મનુભાઇ રામજીભાઇ રામાણીના રહેણાંક મકાનમાં ચાંમુડા ક્લીનિક નામે નિલેશભાઇ સુર્યકાંતભાઇ મહેતા તથા સાવરકુંડલા મણીનગર મસ્જીદ પાસે, અલસીફા નામનું ગેરકાયદેસર દવાખાનુ ચલાવતા હોય જે અન્વયે જગ્યાએ તાલુકા હેલ્થ ઓફીસર, તથા ફાર્માસીસ્ટ સાથે રેઇડ કરતા નિલેશભાઇ સુર્યકાંતભાઇ મહેતા, ઉ.વ.૪૯, ધંધો-ડોકટર, રહે.સલડી, નિતીભાઇ ડાયાભાઇ પંડ્યા,ઉં.વ.૫૨,ધંધો-ડોકટર રહે.અમરેલી, લીલીયા રોડ, અને રફીકભાઇ વલીમહમદભાઇ જાદવ, ઉ.વ.૪૭ ધંધો-ડોકટર, રહે.સાવરકુંડલાઆં ત્રણ બની બેઠેલા બોગસ ડોકટરોને એલોપેથીક દવાઓ, દવાની બોટલો, ઇન્જેકશન તથા સિરપની બોટલો-ટયુબ વિગેરે મેડિકલને લગતી સાધન સામગ્રીના જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : વારંવાર GPCB ની કાર્યવાહી છતાં ટેવાઇ ગયેલા ઉદ્યોગપતિઓએ પ્રદુષિત પાણી છોડયું.

ProudOfGujarat

એક મહિના સુધી શુભ પ્રસંગો પર બ્રેક : કમુરતા શરૂ થતા લગ્નની શરણાઈનો સુર સાંભળવા મળશે નહીં

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે પ્રતિન ચોકડી પાસેથી બાઈક ચોરની ધરપકડ કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!