Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : સાયણ-ઓલપાડ રોડ પર સિટી બસમાં આગ, મુસાફરોનો આબાદ બચાવ

Share

સુરતનાં સાયણ ખાતે સિટી બસમાં અચાનક આગ લાગી ગઈ હતી. બોનેટમાંથી લાગેલી આગ સમગ્ર બસમાં ફેલાઈ ગઈ હતી. DRGD હાઈસ્કૂલની સામે બસમાં લાગેલી આગ એટલી ભયાવહ હતી કે બાજુમાં રહેલો પતંગનો મંડપ પણ બળીને ખાક થઈ ગયો હતો. આગના પગલે લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, બસમાં સવાર 27 મુસાફરોનો ડ્રાઈવરની સમયસૂચકતાને પગલે આબાદ બચાવ થયો હતો.

સુરત રેલવે સ્ટેશનથી સિટી બસ સાયણ જવા નીકળી હતી. આ દરમિયાન સાયણ ખાતે આવેલી ડીઆરજીડી હાઈસ્કૂલની સામે જ બસના એન્જિનમાંથી ધુમાડા નીકળવા લાગ્યાં હતાં. જેથી ડ્રાઈવરે સમયસૂચકતા દર્શાવીને મુસાફરોને નીચે ઉતારી દીધા હતાં. બાદમાં આગ વધુ ઝડપથી ફેલાવા લાગી હતી. જેથી આસપાસમાં ભયનો માહોલ સર્જાયો હતો.

Advertisement

સિટી બસમાં આગ એટલી ભીષણ હતી કે બસ તો આગમાં ખાક થઈ ગઈ હતી. પરંતુ સાથે જ સળગતી બસની બાજુમાં જે પતંગનો મંડપ ઉભો કરાયેલો હતો. તેમાં પણ તણખો પડતાં પતંગનો મંડપ પણ બળીને ખાક થઈ ગયો હતો. સુરતથી નીકળેલી બસમાં સાયણ સુધીમાં 27 મુસાફરો પ્રવાસ કરી રહ્યાં હતાં. જોકે સદનસીબે તમામ મુસાફરોનો આબાદ બચાવ થઈ ગયો હતો. જેથી મુસાફરો અને સ્થાનિક લોકોએ હાશકારાની લાગણી અનુભવી હતી. બસમાં આગ લાગવાની ઘટના સર્જાતા મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠાં થઈ ગયાં હતાં. બસમાં આગ લાગતાં ફાયરબ્રિગેડને જાણ કરી દેવામાં આવી હતી. ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.


Share

Related posts

ભરૂચમાં માવતરને શરમાવતી ઘટના : નવજાત અર્ધવિકસીત બાળકને ત્યજી દીધું : રોટરી ક્લબ પાછળ શ્વાન મોઢામાં લઈને જતું હતું, લોકોએ બચાવતાં સમગ્ર મામલો બહાર આવ્યો

ProudOfGujarat

ઉમરપાડા તાલુકામાં ક્વોરી ખાણમાં પડતા અજાણ્યા પુરુષનું મોત, પોલીસે તપાસ હાથ ધરી

ProudOfGujarat

આ કારણે સાબરકાંઠામાં માતાએ ખેતરમાં બાળકીને જીવતી દાટી, અત્યારે જીવન મરણ વચ્ચે ઝઝૂમી રહી છે માસુમ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!