Proud of Gujarat
FeaturedGujaratINDIA

અરવલ્લી : ભિલોડાના મોહનપુર પાસે અકસ્માતમાં 6 લોકો ઇજાગ્રસ્ત

Share

ઉત્તરાયણ એટલે ભારે દિવસો એવી માન્યતા વર્ષોથી રહેલી છે. આ ભારે દિવસોમાં વાહન ચાલકો અને તમામ લોકોએ સાવચેતી રાખવી પડતી હોય છે. ત્યારે ઉત્તરાયણનો તહેવાર મનાવવા આવેલા ભિલોડાના પરીવારને અકસ્માત નડ્યો હતો.

ભિલોડાનો પરિવાર ઉત્તરાયણનો તહેવાર મનાવી પરત અમદાવાદ જવા ઇકો કારમાં નીકળ્યો હતો. ત્યારે મોહનપુર ગામ પાસે સામેથી આવતી અન્ય એક કાર સાથે ધડાકાભેર ટકરાઈને પલટી ગઈ હતી. જેથી કારમાં સવાર 6 લોકોને ઇજાઓ થઈ હતી. અકસ્માત થતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કારમાંથી તમામને બહાર કાઢી ભિલોડા કોટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. સામેની કાર ચાલકને પણ સામાન્ય ઇજાઓ થઈ હતી. સમગ્ર ઘટનાને પગલે ભિલોડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

વડોદરા શિમ્પી સમાજ દ્વારા 2022 ના વર્ષનું મરાઠી કેલેન્ડરનો વિમોચન સમારોહ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ ખાતે આજરોજ સમી સાંજે CAA તથા NRC ના સમર્થનમાં વિશાળ મહારેલી યોજાઇ હતી જેમાં હજારોની સંખ્યામાં જીલ્લાભરથી લોકો ઉમટી પડયા હતા.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસ મથકે શ્રાવણ માસ અનુલક્ષીને કોરોનાથી લોકોને મુક્તિ મળે તે માટે કથાનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!