Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ઈદગાહ નજીક બંધ મકાનમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ.

Share

ભરૂચ શહેરના બંબાખાના વિસ્તારમાં આવેલ ઈદગાહ મેદાન પાસેના એક જુના બંધ મકાનમાં આજે સવારના સમયે અચાનક આગ ફાટી નીકળતા આસપાસ ઉપસ્થિત લોકોમાં ભારે નાશભાગ મચી જવા પામી હતી, ઘટના અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગમાં કરતા ફાયરના બે જેટલાં લાયબંબાઓ સ્થળ ઉપર દોડી ગયા હતા.

અચાનક મકાનમાં લાગેલ આગના પગલે એક સમયે સ્થળ ઉપર લોક ટોળા જામી ગયા હતા, જોકે ફાયરના જવાનો એ તાત્કાલિક ધોરણે આગની લપેટમાં આવેલ મકાન પર પાણીનો મારો ચલાવી તેને ગણતરીના સમયમાં કાબુમાં લેતા ઉપસ્થિત લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે એસ. પી કચેરી માર્ગ પર આવેલ આ મકાન અત્યંત જૂનું અને જર્જરીત હાલતમાં બંધ અવસ્થામાં હોય સદનસીબે સમગ્ર ઘટના ક્રમમાં કોઈ પ્રકારની જાનહાની થવા પામી ન હતી, જોકે મકાનમાં આંગને પગલે નુકશાનીનો અનુમાન લગાવાઈ રહ્યો છે.

Advertisement

Share

Related posts

લીંબડી ફ્રેન્ડસ ફોરેવર ગૃપ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી

ProudOfGujarat

ઓનલાઇન ઠગો માટે બેન્ક એકાઉન્ટ અને સીમ કાર્ડ આપનાર ત્રણ ઠગ પકડાયા

ProudOfGujarat

ભરૂચ : ગાયત્રીનગર જલારામ મંદિર ખાતે નવગ્રહના મંદિરના બાંધકામ પૂર્વે શ્રી સત્યનારાયણ દેવની કથા કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!