Proud of Gujarat
FeaturedGujaratINDIA

માવઠાથી થયેલ પાક નુકશાનીના વળતર માટે ઉમરપાડા કોંગ્રેસની માંગ.

Share

આજરોજ ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા વિકાસ અધિકારી ઉમરપાડાને ખેડૂતોને માવઠાથી થયેલ પાકના નુકશાનના વળતર માટે માંગણી કરવામાં આવેલ. એક બાજુ જ્યારે ખેડૂતોને પાકના ઊપજ સામે પૂરતો ભાવ ના મળતો હોય એવા સમયે કુદરત દ્વારા પણ ધરતીપુત્રોને ન્યાય ના મળે તો આ જગતનો તાત પોતે ધણી વિહોણો હોય એવી પરિસ્થિતિ ઉભી થવા પામેલ છે. આ સંજોગોમાં સરકાર ત્વરિત પગલાં લઈ સર્વે કરાવીને જગતના તાત એવા ખેડૂતોને નુકશાનીની ભરપાઈ કરે એવી માંગણી ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશ વસાવા, સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ મહામંત્રી હિતેશ પટેલ અને સેવાદળ પ્રમુખ ભૂપેન્દ્રસિંહ વસાવા દ્વારા કરવામાં આવી છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાના વાલીયા તરફથી નેત્રંગ કારમાં વિદેશી દારૂ લઈને અંકલેશ્વર આવી રહ્યા છે તેવી બાતમી એલસીબી પોલીસને મળતા પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન કારનો પીછો કરી બે બુટલેગરો ઝડપી તેમજ વિદેશી દારૂ અને રૂ 532001 કબજે કર્યા હતા.

ProudOfGujarat

નબીપુર પાસે ઉભેલી ટ્રકને અન્ય ટ્રકે ટક્કર મારતાં બાજુમાં ઉમેલાં યુવાનને ટક્કર વાગતાં ગંભીર ઇજાઓને કારણે મોત

ProudOfGujarat

ડિપ્લોમા પ્રવેશ માટેની પ્રક્રિયા 17 જૂનથી શરૂ : વાલી, વિદ્યાર્થી સહિત કોલેજ સંચાલકો મૂંઝવણમાં મૂકાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!