Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદ : અટલ બ્રિજ ઉપર કાચમાં તિરાડ પડતાં કાચ ફરતેની જગ્યા કોર્ડન કરાઈ

Share

સાબરમતી નદી ઉપર રુપિયા ૮૦ કરોડથી વધુના ખર્ચ સાથે બનાવવામાં આવેલા અટલફૂટ ઓવરબ્રિજ ઉપર ચાર સ્થળે લગાવવામા આવેલા કાચ પૈકી એક સ્થળે લગાવેલા કાચમા તિરાડ પડતા મ્યુનિ.તંત્ર દોડતુ થઈ ગયુ હતુ. ૨૭ ઓગસ્ટ-૨૦૨૨ ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અટલફૂટ ઓવરબ્રિજનુ લોકાર્પણ કરવામા આવ્યુ હતુ. તિરાડ પડેલા કાચના આસપાસના વિસ્તારને બેરીકેડથી કોર્ડન કરી લેવાયો છે. આગામી ચારથી પાંચ દિવસમાં તૂટેલા કાચના સ્થાને નવો કાચ લગાવવામા આવશે.

સાત મહિના અગાઉ શહેરમાં આઈકોનિક એવા અટલફૂટ ઓવરબ્રિજનુ લોકાર્પણ કરવામા આવ્યુ એ સમયે બ્રિજ નિર્માણને લઈ મ્યુનિસિપલ વહીવટીતંત્ર અને સત્તાધીશો તરફથી અનેક પ્રકારના દાવા કરવામા આવ્યા હતા. બુધવારે બપોરના સમયે અટલફૂટ ઓવરબ્રિજ ઉપર લગાવવામા આવેલા કાચમા તિરાડ પડી હોવાની જાણ થતા મ્યુનિ.તંત્રના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. કાચમાં તિરાડ પડવાની ઘટના અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આઈ.કે.પટેલે કહયુ, તંત્રને જાણ થતા જ જે સ્થળે કાચમા તિરાડ પડી છે એ સ્થળની આસપાસના વિસ્તારને કોર્ડન કરી લેવાયો છે. ઉપરાંત મુલાકાતીઓ આ સ્થળની આસપાસ જાય નહી એ માટે સિકયોરીટી ગાર્ડ પણ ફરજ ઉપર મુકવામા આવ્યા હોવાનુ સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે “આયુષ્માન ભવઃ” કેમ્પેઇનનો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

લીંબડી શ્રી જી.એસ. કુમાર વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા.

ProudOfGujarat

ભરૂચ નગરનાં ગડરિયાવાડ વિસ્તારમાં ગતરોજ રાત્રીનાં સમયે જર્જરિત મકાન ધરાશાઈ થતા અફરાતફરીનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!