Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ મામલતદાર કચેરીમાં 15 દિવસથી ઈ સ્ટેમ્પ નહીં મળતા આવક જાતિના દાખલા કઢાવનારાઓને ભારે હાલાકી

Share

માંગરોળ તાલુકા મામલતદાર કચેરી ખાતે છેલ્લા 15 દિવસથી રેગ્યુલર ઇ સ્ટેમ્પ નહીં મળતા આવક જાતિના દાખલા કઢાવવા આવતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. મામલતદાર કચેરી ખાતે હાલમાં જે કોન્ટ્રાક્ટરને ઈ સ્ટેમ્પ વેચવાનો કોન્ટ્રાક્ટ અપાયો છે તે નિયમિત આવતો નથી સવારે 10:30 થી સાંજ ના 5:00 વાગ્યા સુધી કચેરી ખાતે હાજર રહેવાનું હોય છે પરંતુ કોન્ટ્રાક્ટરની મનમાની અને અનિયમિતતાના કારણે લોકો મામલતદાર કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. કીમ ચાર રસ્તા, પીપોદરા જેવા 30 થી 35 કિલોમીટર દૂરના ગામોમાંથી આવક જાતિના દાખલા કઢાવવા માટે લોકો ભાડું ભથ્થું ખર્ચીને તાલુકા મથક ખાતે આવતા હોય છે પરંતુ ઈ સ્ટેમ્પ નહીં મળતા તેઓના કામ થતા નથી હાલમાં આવક જાતિના દાખલા કઢાવવા માટે રૂપિયા 50 નો ઈ સ્ટેમ્પ લેવો પડે છે અને પેઢીનામુ નહીં નીકળે ત્યાં સુધી વિદ્યાર્થીઓના સ્કૂલના એડમિશનની પ્રક્રિયા આગળ ચાલી શકતી નથી ત્યારે લોકોની મુશ્કેલી દૂર થાય તે માટે જવાબદાર સરકારી વિભાગના અધિકારીઓ યોગ્ય કાર્યવાહી કરી લોકોને પડતી મુશ્કેલી દૂર કરે તેવી માંગ ઉઠી રહી છે.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ગુજરાતમાં વકરતા જતા કોરોનાથી ચિંતા.

ProudOfGujarat

પંચમહાલ : ભાજપ-કોંગ્રેસે કર્યો ડોર ટુ ડોર પ્રચારનો પ્રારંભ, મતદારોનો મિજાજ કોના તરફ ઢળશે ?

ProudOfGujarat

વાંકલ મુખ્ય માર્ગ પર ધોળીકુઈ પાટીયા પાસે રોડ ક્રોસ કરી રહેલા વ્યક્તિને ઇકો કાર ચાલકે અડફેટે લેતા કરુણ મોત નીપજ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!