Proud of Gujarat
FeaturedGujaratINDIA

પ્રજાપતિ સમાજનો લગ્નોત્સુક યુવક-યુવતીઓનો પસંદગી મેળો સુરતમાં યોજાશે

Share

શુભવન્તા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દક્ષિણ ગુજરાત પ્રજાપતિ સમાજ,સુરત આયોજિત લગ્નોત્સુક યુવક-યુવતીઓનો પાંચમો પસંદગી મેળો-૨૦૨૩ “વાલમ આવો ને …” તા.૦૪/૦૬/૨૦૨૩ ને રવિવારના રોજ એસ.એમ.સી.કોમ્યુનીટી હોલ, જહાંગીરપુરા મુકામે સવારે ૧૦ કલાકે યોજાશે.

આ પસંદગી મેળામાં પ્રજાપતિ સમાજના ગુજરાતના તમામ જીલ્લાના પ્રજાપતિ યુવક-યુવતીઓ ભાગ લઇ પોતાને મનગમતો જીવનસાથી પસંદ કરશે. આ પસંદગી મેળા દક્ષિણ ગુજરાત પ્રજાપતિ સમાજની ટીમ દ્વારા ખુબ જહેમત ઉઠાવી સમાજના યુવાઓને એક પ્લેટફોર્મ પર લાવીને તેમનો જીવનસાથી પસંદ કરવાની તક પૂરી પાડશે. ફોર્મ ભરવા માટે ડીજીટલ માધ્યમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સમાજના યુવાઓને એક મંચ પર લાવનાર દક્ષિણ ગુજરાત પ્રજાપતિ સમાજ, સુરતના જીલ્લા પ્રભારીશ્રી, તાલુકા કન્વીનરો, કારોબારી સભ્યો તેમજ ગ્રામ પ્રતિનિધિઓએ જે મહેનત કરી છે તેની સમાજે નોંધ લીધેલ છે. જે યુવક-યુવતીઓ ફોર્મ ભરવાનું ચુકી ગયા હોય તેમના માટે સ્પોટ રજીસ્ટ્રેશનની સુવિધા રાખવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા પંચાયત સહિત ૯ તાલુકા પંચાયતોમાં વહિવટદારની નિમણૂંક

ProudOfGujarat

દયાદરા ગામે બે કોમના યુવાનો વચ્ચે ધિંગાણું : પત્થરમારો, છુટાહાથની મારામારી  : 7થી 10 જણાને ઇજા

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં ચાર ગામોમાં વીજ ચેકિંગ હાથ ધરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!