Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ઉછાલી ગામની સીમમાં અમરાવતી નદીમાં થયેલ માછલીઓના મોત મામલે જીપીસીબીએ ફરિયાદ આપી તપાસ શરૂ કરી

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીકથી પસાર થતી અમરાવતી નદીમાં અવારનવાર જળચર પ્રાણીઓના મોત સામે આવતા હોય છે, નદીમાં કેમિકલ યુક્ત પાણી ભરી જતા આ પ્રકારની ઘટનાઓનું નિર્માણ થતું હોય છે, તાજેતરમાં જ વધુ એક ઘટના પ્રકાશમાં આવી હતી, જ્યાં ઉછાલી ગામ પાસે અમરાવતી નદીમાં અનેક માછલીઓના મોત નીપજ્યા હતા.

જે ઘટના ક્રમ બાદ સ્થાનિક પકૃતિ પ્રેમીઓએ મામલે જીપીસીબી અધિકારી વિજય કુમાર રાખોલીયાને કરવામાં આવી હતી, મામલે જીપીસીબી અધિકારીએ ગંભીરતા દાખવી તપાસના ધમધમાટ શરૂ કર્યા હતા, તેમજ નદીના જળને પ્રદુષિત કરનારા અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા અને અંકલેશ્વર જીઆઈડીસી નજીકથી અમરાવતી નદી વહે છે જેમાં અનેક જળચર રહેલા છે તેમજ આ નદીનું જળ પશુ પક્ષીઓ પણ પીવે છે ત્યારે અવારનવાર નદીના જળને પ્રદુષિત કરનારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.


Share

Related posts

રાજપીપળા : છેલ્લા 3 મહિનાથી બંધ પડેલી કેવડિયા અમદાવાદ સી પ્લેન સેવા પુનઃ ચાલુ થવાના થયાં ચક્રો ગતિમાન.

ProudOfGujarat

સુરત : મહુવા તાલુકામા કોરોનામા મૃત્યુ પામેલ ચાર શિક્ષકના પરિવારને શિક્ષક કલ્યાણ નિધિ ફંડમાંથી 11,000 ના ચેક આપવામાં આવ્યા.

ProudOfGujarat

સુરેન્દ્રનગર શહેરના જવાહર ચોકમાં વકીલ દ્વારા બાળકી પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવતા ચકચાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!