Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં રહેતી ૧૨ વર્ષીય કિશોરીનું એક ઇસમ દ્વારા અપહરણ કરાયું હોવાની શંકા

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં પરિવાર સાથે રહેતી એક સાડા બાર વર્ષીય કિશોરી ઘરેથી ગુમ થતાં એક યુવક દ્વારા તેનું અપહરણ કરાયું હોવાની શંકા સાથે કિશોરીના પિતાએ પોલીસ ફરિયાદ લખાવી હતી.

આ અંગે મળતી વિગતો અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં પરિવાર સાથે રહેતી આ કિશોરીને ગતરોજ તા.૧૩ મીના રોજ સવારના સાડા દસ વાગ્યાના અરસામાં તેની માતાએ રસોઇ બનાવવાનું કહ્યું હતું, અને ત્યારબાદ કિશોરીની માતા બહાર ગઇ હતી. તેની માતા જ્યારે થોડીવારમાં ઘરે પાછી ફરી ત્યારે તેમની દિકરી ઘરે જણાઇ નહતી, જેથી તેમણે તેમના પતિને કોલ કરીને આ જણાવ્યું હતું. ત્યારબાદ ગુમ થયેલ કિશોરીને શોધવા છતાં તેની કોઇ ભાળ મળી નહતી. આ ઘટનાના ત્રણેક મહિના અગાઉ આ કિશોરીને એક યુવક સાથે મોબાઇલ પર વાત કરતા તેના પિતાએ પકડી પાડી હતી અને તે સમયે પિતાએ તેમની દિકરીને ઠપકો પણ આપ્યો હતો અને કિશોરીને પુછતા તેણે આ મોબાઇલ તે યુવકે વાત કરવા આપ્યો હોવાનું જણાવ્યું હતું ત્યારે હાલ આ કિશોરી ઘરમાંથી ગુમ થતાં સદર યુવક તેણીને ભગાડીને લઇ ગયો હોવાની શંકા જતાં કિશોરીના પિતાએ સદર યુવક સુરમલ પપ્પુ પરમાર પર શક દર્શાવીને તેના વિરૂધ્ધ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ લખાવી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

રસ્તો ઓળંગી રહેલાં શખ્સને બાઇક ચાલકે ટક્કર મારતાં ગંભીર

ProudOfGujarat

ભરૂચમાં યુનિસેફ વર્લ્ડ વિઝન અને જીલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં સહયોગથી કોવિડ-19 જાગરૂકતા રથનું કરાયું પ્રસ્થાન.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં લીંભેટ ગામે નજીવી બાબતે મારામારી કરતાં મારનો ભોગ બનનારે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!