Proud of Gujarat
FeaturedGujaratINDIA

નબીપુર મદ્રસા એ અલવીયુલ હુસૈની દ્વારા ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરાઈ.

Share

ઇસ્લામ ધર્મના છેલ્લા પયગમ્બર મહમદ સાહેબનો જન્મદિવસ ઇસ્લામિક માસ રબીઉલ અવ્વલની 12 મી તારીખે મનાવવામાં આવે છે. જે અંતર્ગત વિશ્વભરમા મુસ્લિમ સમાજ વિવિધ કાર્યક્રમો કરીને તેની ઉજવણી કરે છે. આ ઉજવણી અંતર્ગત આજરોજ ભરૂચ જિલ્લાના નબીપુર ગામ સ્થિત મદ્રસા એ અલવીયુલ હુસૈની કમિટીના સંચાલકો દ્વારા મદ્રસા મા અભ્યાસ કરતા તાલીમાર્થી બાળકો અને બાળાઓ દ્વારા પયગમ્બર સાહેબની શાનમાં નાત શરીફ અને તેમના જીવન ચરિત્ર ઉપર બોધપાઠ રૂપી તકરીર કરવામાં આવી હતી.

આયોજિત કાર્યક્રમમાં અભ્યાસ કરતા દરેક વર્ગના તાલીમાર્થીઓ મદ્રસા ના શિક્ષણ આપતા શિક્ષકો ની દોરવણી હેઠણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, મદ્રસા કમિટીના સભ્યો સહિત પ્રમુખ, ઉપપ્રમુખ ઉપસ્થિત રહયા હતા.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

સુરતના અમરોલીમાં બે જુથ વચ્ચેના ઝઘડામાં નિર્દોષ વ્યક્તિની કરાઇ હત્યા.

ProudOfGujarat

જંબુસર : ગોકળલાલની ખડકી વિસ્તારના 150 વર્ષ જુના મકાનની દીવાલ ધરાશાયી થતા દોડધામ

ProudOfGujarat

હાલોલ તાલુકાના તાજપુરા ખાતે “અભયમ” મહિલા સમેંલનમાં નારીશક્તિ ઊમટી પડી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!