Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના નાંદ ગામમાં દીપડા એ પાડાનું મારણ કરતાં ગ્રામજનોમાં ભયનો માહોલ.

Share

ભરૂચના નાંદ ગામમાં દીપડો વારંવાર દેખા દેતા ગ્રામ પંચાયતના સરપંચે ફોરેસ્ટ અધિકારી સમક્ષ લેખિત આવેદનપત્ર પાઠવી દીપડો પકડવાની કાર્યવાહી કરવા વિનંતી કરી છે.

આ લેખીત આવેદનપત્રમાં નાંદ ગામના સરપંચ રતિલાલ વસાવા એ જણાવ્યું છે કે ગામમાં અવારનવાર દીપડો દેખા દે છે. ગામમાં આવેલ સત્યનારાયણ મંદિર પાસે તાજેતરમાં એક પશુ માલિકનો પાડો બાંધેલો હોય રાત્રિના સમયે દીપડાએ ગામમાં પ્રવેશી આ પાડાનું મારણ કર્યું હતું. અવારનવાર ગામમાં દીપડો દેખા દેતા ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ છવાયો છે. દીપડાના આતંકના કારણે ગ્રામજનો પોતાના ઘરથી બહાર નીકળવામાં પણ ભય અનુભવી રહ્યા છે તો વહેલી તકે દીપડાને પકડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવે તેવી રજૂઆત ફોરેસ્ટ અધિકારીને કરી છે.

Advertisement

Share

Related posts

સેકન્ડોમાં ચોરી – અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલ નાલંદા સ્કૂલ પાસે ઇકો ગાડીની ચોરી, એક અજાણ્યો ઈસમ ગાડી ચોરી કરી ફરાર.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહનાં સીધા માર્ગદર્શન હેઠળ આંગણવાડી બહેનો દ્વારા ઘરે-ઘરે ફરીને ટેક હોમ રેશન કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ભરૂચની રિલીફ ટોકીઝમાં આગ લાગતા અફરાતફરીનું વાતાવરણ : આગ લાગવાનું કારણ અકબંધ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!