Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ તાલુકાની એક સગીરા ગુમ, કોઇ ભગાડી ગયાની આશંકા

Share

ભરૂચ

ભરૂચ તાલુકામાં આવેલાં એક ગામમાં રહેતી વૃદ્ધાની પુત્રીના પહેલાં લગ્ન વાગરાના એક ગામમાં થયાં હતાં. જોકે, તેના જમાઇના મૃત્યુ બાદ તેમની પુત્રી તેની પુત્રી સાથ પરત તેમના ઘરે રહેવા આવી ગઇ હતી. દરમિયાનમાં તેમની પુત્રીના બીજા લગ્ન થતાં પૌત્રી તેમની સાથે જ રહેતી હતી. ગત 15મી એપ્રિલના રોજ બપોરના સમયે વૃદ્ધા તેમજ તેમના પતિ અને  પુત્ર થતાં પૌત્રી ઘરે હાજર હતાં. દરમિયાનમાં બપોરના બે વાગ્યાના અરસામાં તેમની પૌત્રી ઘરમાં જણાઇ ન હતી. તેમણે આસપાસમાં તપાસ કરવા છતાં તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો. જેના પગલે તેમણે તેમના સગાસબધીઓને ત્યાં પણ તપાસ કરાવી હતી. જોકે, ત્યાં પણ કોઇને તેમની પૌત્રી અંગે જાણ ન હોઇ આખરે તેમણે ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે તેમની પૌત્રીને કોઇ અજાણ્યો શખ્સ ભગાડી ગયો હોવાની શંકા વ્યક્ત કરી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડીયા : રાજપારડી ચાર રસ્તા નજીક ધોરીમાર્ગ દુરસ્ત કરવાની કામગીરીથી રાહત.

ProudOfGujarat

વડોદરા : ફાઈન આર્ટસમાં તા.૫ અને ૬ મે ના રોજ વિદ્યાર્થીઓની કલાકૃતિઓ પ્રદર્શિત કરાશે

ProudOfGujarat

ડભોઈ રેલ્વે નવાપુરા આંગણવાડીમાં ડ્રાયફ્રુટનું વિતરણ કરાતા બાલીકાઓ ખુશ જોવા મળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!