Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બોલેરો પિકઅપમાં 5 પશુઓની હેરાફેરી કરતાં શખ્સની ધરપકડ

Share

આમોદ પોલીસે મલ્લા તળાવ પાસે પોલીસે પિકઅપ પકડી
ભરૂચ.
આમોદ પોલીસ મથકની ટીમ વાહન ચેકિંગમાં હતી તે વેળાં જંબુસર તરફથી એક બોલેરો પિક-અપ આવતાં ટીમે તેને શંકાના આધારે રોકી તેની તલાશી લેતાં તેમાં 5 પશુઓને કૃરતાપુર્વ ખીચોખીચ ભરેલાં હોવાનું જણાયું હતું. પિકઅપ ચાલકે પશુઓ માટે ઘાસચારો કે પાણીની વ્યવસ્થા પણ ન રાખી હતી. જેથી પોલીસે ડ્રાઇવરનું નામઠામ પુછતાં તેનું નામ સઇદ અહેમદ ઉમરજી ભુતાવાલા (રહે. મોટા ટંકારિયા) હોવાનું માલુમ પડ્યું હતું. પુછપરછમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓએ પશુઓ ખરીદીને તેમના તબેલા પર લઇ જઇ રહ્યાં હતાં. જોકે, તેમની પાસે પશુઓના વહન માટે કોઇ પરવાનો ન હોવાનું જણાયું હતું. તેમજ તેમણે ઘાસચારો કે પાણીની સગવડ વિના પશુઓની હેરાફેરી કરી ગુજરાત રાજ્યમાં પશુઓની હેરાફેરી નિયંત્રણ હુકમ 1975 નો ભંગ કર઼તાં તેમની સામે પશુઘાતકીપણાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

પ્રથમ પત્નીની હકિકત છુપાવી હિન્દુ યુવતિનું શારીરિક શોષણ કરનાર મુસ્લિમ યુવાન ઝબ્બે

ProudOfGujarat

પરપ્રાંતિયોને વળતર આપવા HCમાં જાહેર હિતની અરજી

ProudOfGujarat

ગુજરાત સરકાર દ્વારા ગાંધીજીની 152 મી પુણ્યતિથિ ઉજવણી કરી રહી છે ત્યારે ગોધરામાં આવેલ ગાંધી આશ્રમ વિકાસ ઝંખે છે?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!